એક વર્ષની સજા અને રૂ 3 લાખના વળતર નો હુકમ રદ કરી વડોદરા સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો આદેશ આપ્યો.
તારીખ ૧૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“અધર રિઝન” ના શેરા સાથે રિટર્ન થયેલ ચેક ના કેસમાં થયેલ સજા રદ કરી
હાલોલના શિવશક્તિ મહોલ્લા માં રહેતા પ્રવિણભાઈ અશોકભાઈ માલી એ હાલોલના નટવરનગર ખાતે રહેતા મૈત્રી ટ્રાવેલ્સ ના અમીત સી પટેલ સામે વડોદરાના 17 મા એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં દાખલ કરી હતી જેમાં આરોપીને રૂ 3 લાખ ની જરૂર પડતા ફરિયાદીએ રોકડા રૂપિયા ત્રણ લાખ આપ્યા હતા જેની ચૂકવણી કરવા માટે આરોપીએ પોતાના ખાતાનો રૂ 3 લાખનો ચેક તા ૦૪/૧૧/૨૦૧૮ ના રોજ નો આપ્યો હતો જે ચેક “અધર રિઝન” ના શેરા સાથે રિટર્ન થયો હતો જેની ફરિયાદ મા વડોદરાના 17 મા એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ 3 લાખ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો હતો જે આદેશ સામે આરોપી મૈત્રી ટ્રાવેલ્સ ના અમીત સી પટેલે પોતાના એડવોકેટ જે બી જોશી મારફતે વડોદરાના 3જા એડી. સેશન્સ જજ ની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી જે બાદ કેસના તમામ કાગળો મંગાવી લીધા હતા આરોપી તરફે એડવોકેટ જે.બી.જોશી એ દલીલો કરીને જણાવ્યુ હતુ કે ચેક રિટર્ન મેમાં ઉપર બેંકનો કોઈ સિકકો નથી કોઈ સહી નથી તેમજ રિટર્ન મેમા ના કારણમાં,”Other Reason” નુ કારણ આપી ચેક રિટર્ન કરેલ છે Reason ના કારણમાં “REKYC AWAIT PRESENT AGAIN” એવો ઉલ્લેખ કર્યો છે. તથા આ સંદર્ભે બેન્કનો કોઈ સાહેદ તપાસેલ નથી. કાયદાની જોગવાઈ મુજબ અપૂરતા ભંડોળ અથવા સ્ટોપ પેમેન્ટ, રિફર ટુ ડ્રોઅર , સિગ્નેચર ડિફર જેવા શેરા સાથે રિટર્ન થયેલ ચેક મા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ થઈ શકે છે જ્યારે હાલના કેસમાં ચેક રિટર્ન મેમાં મા જે કારણ બતાવેલ છે તે કારણ આધારે ફરિયાદ થઈ શકે નહી તેમ છતાં ટ્રાયલ કોર્ટે તેવું કારણ યોગ્ય ગણી કરેલ હુકમ રદ થવાને પાત્ર છે વધુમાં ફરિયાદી એક સાથે રૂ 3 લાખ કયાંથી લાવ્યા કેવી રીતે લાવ્યા કોઈ પણ પ્રકારના લખાણ વગર આટલી મોટી રકમ કેવી રીતે આપી તે હકીકત માનવા લાયક નથી તમામ વિગતે આરોપી એડવોકેટ ની દલીલો તથા રજૂ કરેલ ચુકાદાઓ ને આધારે વડોદરાના 3જા એડી સેશન્સ જજ એમ એ ટેલર દ્વારા સજા અને વળતર નો હુકમ રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.