GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સ્ટુન્ટડ પોલીસ કેડેટ સમર કેમ્પ 2024 કાલોલ તાલુકાના અડાદરા આદિવાસી આશ્રમ શાળા ખાતે યોજાયો

 

તારી ૧૨/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ તાલુકામાંથી સ્કૂલનાં ૩૭૨ બાળકો વધુ બાળકોનો જિલ્લા કક્ષાનો સમર કેમ્પ ૨૦૨૪ કાલોલ તાલુકાના અડાદરા ખાતે આશ્રમ શાળામાં તારીખ ૬ જુન થી ૧૧ જૂન ૨૦૨૪ દરિમ્યાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલો હતો આ કેમ્પ નો મુખ્ય હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ. આત્મનિર્ભર બને તેનામાં રહેલી વિવિધ શકિત બહાર લાવીને બાળકો સમાજમાં સારો નાગરિક બનીને કાયદો વ્યવસ્થા પાલન કરે તેમાં વિવિધ પ્રકારની હરીફાઈ રમતો રસ્સાખેચ,ખોખો, કબડ્ડી,ક્રિકેટ,લીબુ ચમચી,કોથળા દોડ વગેરે.કાયદાનું જ્ઞાન.ડીઝાસ્ટર મેનેજમેન્ટ,બચાવકાર્ય,ડોગસ્કૉડ, સાયબર કાઇમ,ટ્રાફિક મેનેજમેન્ટ,માર્ગદર્શન,યોગા, આદર્શ ગામની મુલાકાત,મલાવ કૃપાલું આશ્રમ રૂબરૂ મુલાકાત લીધી હતી.પીટી પરેડ,સૂર્ય નમસ્કાર,કસરતો તેમજ સમૂહ ચર્ચા એક બીજાની ઓળખ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સમગ્ર સમર કેમ્પ સંચાલન ડી.એચ.રાઠોડ પીએસઆઇ, પ્રવીણસિંહ એ.એસ.આઈ,રુચિકાબેન એ.એસ.આઈ, તેમજ તમામ પોલીસ સ્ટાફ અને વિવિધ સ્કૂલના શિક્ષકો સાથે મળીને સફળ તાલીમ આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!