ARAVALLIBHILODAGUJARAT

ભિલોડા પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી: નદીઓ બે કાંઠે વહેવા લાગી,અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ અપાયું હવામાન વિભાગ દ્વારા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડા પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી: નદીઓ બે કાંઠે વહેવા લાગી,અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ અપાયું હવામાન વિભાગ દ્વારા

હવામાન વિભાગે અરવલ્લી માટે યલો એલર્ટ જાહેર કર્યું, તંત્રએ લોકોને રહેવા કહ્યું સતર્કઅરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને ભિલોડા, લીલછા અને ખલવાડ વિસ્તારોમાં મોઝમાર વરસાદ વરસી રહ્યો છે. આવનાર દિવસોમાં વધુ વરસાદની સંભાવના હોવાથી હવામાન વિભાગે જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યો છે.વિશેષ કરીને હાથમતી અને બુંઢેલી નદીઓમાં ભારે ભરાવના કારણે પાણી બે કાંઠે વહેવા લાગ્યું છે, જેના પગલે ભિલોડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે તંત્ર દ્વારા ત્યાં રહેતા લોકોને પૂર્વચેતવણી આપીને સુરક્ષિત જગ્યાએ ખસવા સૂચવવામાં આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું હતું બીજી તરફ ઇન્દ્રાસી નદી બીજી વાર બે કાંઠે વહેવા લાગી હતી

 

Back to top button
error: Content is protected !!