
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
જંબુસર તાલુકાના અણખી ગામે આવેલ રામજી મંદિર પરિસર ખાતે મહંત પરિવાર થકી લોકકલ્યાણ તેમજ વિશ્ર્વ શાંતિ માટે તા.૦૨-૦૫-૨૫ ના રોજ થી શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે જેના કથા વકતાશ્રી યોગેશભાઈ શાસ્ત્રી સંગીતમય શૈલીથી કથાનુ રસપાન કરાવશે કથા નો સમય રાત્રિના ૮.૩૦ વાગ્યા થી લઈ ને રાત્રિના ૧૨ કલાક સુધીનો રહેશે કથા વિરામ તા.૦૮-૦૫-૨૫ ના રોજ થશે તા.૦૫-૦૫-૨૫ના રોજ કૃષ્ણ જન્મોત્સવ તેમજ તા.૦૭-૦૫-૨૫ ના રોજ રૂક્ષ્મણી વિવાહ નુ આયોજન કરવામાં આવ્યુ છે. જે ૮.૩૦ કલાકે બંન્ને ઉત્સવો ની ઉજવણી થશે. શ્રી મદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા મહંતપરિવાર તેમજ સમસ્ત ગામજનો થકી જાહેર આમંત્રણ પાઠવેલ છે.


