મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

0
12
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી

IMG 20230122 WA0042

મોરબી જિલ્લાના વાંકાનેર, માળિયા,ટંકારા,હળવદ અને મોરબી તમામ પાંચેય તાલુકામાં અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્યબોધ દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં વાંકાનેરમાં ભલગામ શાળા, ટંકારામાં ગાયત્રીનગર શાળા, માળીયા તાલુકામાં માણાબા શાળા હળવદ તાલુકામાં મહર્ષિ વિદ્યાલય અને મોરબી તાલુકામાં શિશુ મંદિર ખાતે *કર્તવ્યબોધ દિવસ* ની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહજી ઝાલા, હળવદ ખાતે ધનજીભાઈ ચાવડા પ્રિન્સીપાલ મેરૂપર શાળા, ટંકારા ખાતે દેવજીભાઈ પડસુંબિયા આર્યવીર, માળીયા ખાતે હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, મોરબી ખાતે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ રવિંન્દ્રભાઈ ત્રિવેદીએ શિક્ષકોની ભૂમિકા, શિક્ષકોના કર્તવ્ય, શિક્ષક એટલે શિસ્ત, સંસ્કાર અને સત્યનું પ્રતિક છે, શિક્ષકો સમાજ અને રાષ્ટ્રનો ઘડવૈયા છે વગેરે વાતો દ્વારા શિક્ષકોને કર્તવ્યબોધ આપ્યો હતો.કર્તવ્ય બોધ દિવસના અંતર્ગત માહિતી આપી,જેમાં આજના દિવસે મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું શું મહત્વ છે? તેના વિશે સચોટ માહિતીથી માહિતગાર કર્યા.

IMG 20230122 WA0041

કર્તવ્યબોધના પ્રસંગને અનુરૂપ ડૉ.લાભુબેન કારાવદરા દ્વારા શિક્ષકોનું કર્તવ્ય શું હોવું જોઈએ એ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા તમામ તાલુકાઓમાં કાર્યક્રમમાં કર્તવ્ય બોધ દિવસ પ્રસંગ અનુરૂપ બૌદ્ધિક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે અને સુભાષચંદ્ર બોઝના જીવન ચરિત્ર વિશે પ્રસંગને અનુરૂપ માહિતી આપી, જેમાં સ્વામી વિવેકાનંદે ધર્મયુદ્ધ અને સુભાષચંદ્ર બોઝે સ્વતંત્રતા યુદ્ધ લડ્યા હતા.બંને મહાનુભાવોના જીવનચરિત્રમાં આજની પેઢીને જીવન ચરિત્રને અનુસરીને આગળ વધવું જોઈએ,રાષ્ટ્રપ્રેમ વિકસાવો જોઈએ. આ જીવન ચરિત્ર વિશે શિક્ષકોએ પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાનું કર્તવ્ય કરવું જોઈએ. આ કાર્યક્રમમાં અનેક શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કર્તવ્યબોધના માધ્યમથી *રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજની* ભાવનાને ચરિતાર્થ કરી હતી.

IMG 20220922 WA0010

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews