MORBI: મોરબી મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ચલો બ્લડ ગ્રુપ જાણીએ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
MORBI:મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે ચલો બ્લડ ગ્રુપ જાણીએ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
(તસ્વીરી અહેવાલ:- શ્રીકાંત પટેલ-મોરબી વાત્સલ્ય સમાચાર મોરબી)
આજે તારીખ ૧૫-૯-૨૦૨૫ નાં રોજ મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે શાળાના વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગૃપથી પરિચિત બને તેમજ ભવિષ્યમાં તેનો સહેતુક ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે “ચાલો બ્લડ ગૃપ જાણીયે” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ ના કર્મચારી દિનેશભાઈ ગોગરા, દેવજીભાઈ ડાભી, સંજયભાઈ મૂળિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બી.એન. વિડજા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા આ તકે સમગ્રલક્ષી સુનિયોજિત વ્યવસ્થા કરવામાં આવેલ.આ સુંદર મજાના બ્લડ ગૃપ ચેકઅપ કાર્યક્રમમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા. કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાના બ્લડ ગ્રુપથી પરિચિત બન્યા હતા. કાર્યક્રમના અંતે આ સેવા યજ્ઞમાં જોડાવા બદલ શાળાનાં આચાર્યશ્રી બી. એન.વિડજા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ તેમજ ઉપસ્થિત કર્મચારીઓનો સહૃદય આભાર વ્યક્ત કર્યો છે.