MORBI:મોરબી હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત સ્નેહભીનું સ્વાગત કરાયું
MORBI:મોરબી હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત સ્નેહભીનું સ્વાગત કરાયું
મોરબી ખાતે વન કવચનું લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલીપેડ ખાતે આગમન થતા મોરબીના પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ તથા આગેવાનો દ્વારા મોરબીની ભૂમિ પર સ્નેહભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, સાસંદશ્રી કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ શિહરા, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરિયા, પ્રકાશભાઇ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રીશ્રી જયંતીભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, રેન્જ આઈજીશ્રી અશોકકુમાર, વન વિભાગના HoFF & PCCF શ્રી એ.પી. સિંઘ, કલેકટરશ્રી કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, પોલીસ અધિક્ષકશ્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આદરભેર આવકાર્યા હતા.