CHOTILA: ચોટીલામાં કરોડાનો વિદેશી દારૂ પકડતા SMC ની કાર્યવાહી: PI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
CHOTILA: ચોટીલામાં કરોડાનો વિદેશી દારૂ પકડતા SMC ની કાર્યવાહી: PI સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં ફરજમાં બેદરકારી દાખવતાં પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં એક પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને એક કરોડથી વધુનો દારૂનો જથ્થો પકડી પડાયો હતો. ચોટીલા એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડમાં દારૂનો જથ્થો પકડાયા બાદ અનેક સવાલો ઉભા થયાં હતાં. દારૂબંધી અંગે અનેક સવાલો ઉભા થયા હતાં. ત્યારે ફરજમાં બેદરકારી દેખાઈ આવતાં ચોટીલાના પોલીસ કર્મચારીઓ સામે એક્શન લેવામાં આવ્યાં છે.
SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા પીઆઈ આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે,યુએચસી છગનભાઈ માયાભાઈ ગમારા, એપીસી હિતેશભાઈ ગોરધનભાઈ, યુપીસી ભરતભાઇ રણુભાઇ, યુપીસી રવિરાજ મેરૂભાઇ ખાચર અને યુપીસી હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.



