GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા ભવ્ય તીજોત્સવની રંગારંગ ઉજવણી

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા ભવ્ય તીજોત્સવની રંગારંગ ઉજવણી

 

મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા ગઈકાલે તીજના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને રંગારંગ તીજોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ડાન્સ પરફોર્મન્સ, હાઉસી, વિવિધ મજેદાર ગેમ્સ, સરપ્રાઈઝિસ અને આકર્ષક ઇનામોથી કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. સૌ માટે લાજવાબ અને સ્વાદિષ્ટ ડિનરની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમનું ખાસ આકર્ષણ ફ્રેશ ફ્લાવર ઓર્નામેન્ટ સ્પર્ધા રહી હતી, જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સુંદર ફૂલોના આભૂષણો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં “ *તીજ ક્વીન* ”નો ખિતાબ પણ એનાયત કરવામાં આવ્યો.

સમગ્ર કાર્યક્રમની તમામ બહેનોએ ખૂબ પ્રશંસા કરી અને આગામી વર્ષે પણ આવા જ સુંદર તીજોત્સવમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી તરફથી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ સભ્યો, સહયોગીઓ અને ઉપસ્થિત બહેનોનો હૃદયપૂર્વક આભાર. સમાજસેવાના કાર્યમાં આપનું નાનું પણ અમૂલ્ય યોગદાન કોઈના જીવનમાં મોટી ખુશી લાવી શકે છે.દાન કે સહયોગ માટે સંપર્ક કરો: 90169 76954

Back to top button
error: Content is protected !!