હાલોલ – ગોધરા વડોદરા બાયપાસ પરનું હોડીગ્સ ભારે પવનનાં કારણે કાર પર પડ્યું, ચાલકનો આબાદ બચાવ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૬.૨૦૨૫
હાલોલ માં શનિવાર ના રોજ ઢળતી સાંજે પુરઝડપે ફુંકાયેલા પવન ને કારણે હાલોલ ગોધરા વડોદરા બાયપાસ રોડ પર ટોલ નાકા પાસે તોતોન્ગ હોર્ડિંગ ધરાશાય થતા રોડ ઉપર પસાર થતી કાર ઉપર પડતા કારનો કચરઘાન વળી ગયો હતો.જોકે કાર ચાલાક નો અદભુત બચાવ થયો હતો.બનાવ ને પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. એક સમયે આ રોડ બંધ થઇ જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.એકાએક તોતિંગ હોલ્ડિંગ ધરાસાય થતા કાર ચાલાક ગભરાઈ ગયો હતો.ગાડી ઉપર શું પડ્યું.કાર ઉપર હોલ્ડીગ પડતા ચાલતી કાર ત્યાંજ અટકી ગઈ હતી જોકે તેઓ સહીસલામત હોવાથી ગાડી માંથી બહાર નીકળી ગયો હતો એક સમયે આ અકસ્માત નિહાળતા રાહદારીઓને લાગ્યું કે કાર ચાલક નું શું થયું હશે પણ રામ રાખે તેને કોણ ચાખે તે સાર્થક બની ગયું હતું.જ્યારે હાલોલ નગર સહીત પંથક માં મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસતા છેલ્લા ઘણા દિવસ્ર થી કાળજાર ગુરમીથી સેકાતા લોકોમાં હાશકારો થયો હતો.જયારે વરસાદ નું ધમાકેદાર આગમન થતા ધરતી પુત્રોમાં ભારે ખુશી જોવા મળી હતી.








