GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ૨૦ ગામોની આકસ્મિક તપાસણી કરતા સંબંધિત અધિકારીઓ

MORBI:મોરબી જિલ્લામાં ૨૦ ગામોની આકસ્મિક તપાસણી કરતા સંબંધિત અધિકારીઓ

 

મોરબી જિલ્લામાં તા.૧૩/૦૧/૨૦૨૫ ના જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા મોરબી જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના ૨૦-ગામોની આકસ્મિક તપાસણી કરવા બાબતે ૨૦-અધિકારીશ્રીને સુચના આપાઈ હતી.

આ ગામોમાં ટંકારા વાધગઢ, હરબટીયાળી, ખાખરા, વાંકાનેર અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢ, મોરબી ગ્રામ્ય, માનસર, જીવાપર (ચ), કેરાળા, સોખડા, હળવદ કિડી, ઘનશ્યામપુર માળીયા(મી.), દેરાળા, મોટાભેલા સહિતના ગામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મોરબી જિલ્લાના સમાવિષ્ટ તાલુકાના ૧૬-ગામોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના ૧૬-અધિકારીશ્રીઓ દ્વારા આકસ્મિક તપાસણી સમયે ગામની આંગણવાડી, પ્રાથમિક/ માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પી.એચ.સી./ સી.એચ.સી./ સબ સેન્ટર, મઘ્યાહન ભોજન કેન્દ્ર, વ્યાજબી ભાવની દુકાન, બેન્કની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ૬-જેટલા કર્મચારીશ્રીઓ ફરજ ઉપર હાજર મળેલ ન હતા.

આ ઉપરાંત ગામોમાં તપાસણી અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ તપાસ મુજબ મોરબી જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન અનુસાર ગેરહાજર સ્ટાફ વિરુદ્ધ સંબંધિત ખાતાના વડાઓ પાસે તેઓની તાબાની કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીને અનઅધિકૃત ગેરહાજરી (નિયત સમય કરતા મોડા આવેલા હોય તેમ) બદલ શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપી હતી.

આ સિવાય ૧૬-ગામોની મુલાકાત દરમ્યાન કુલ ૫૬-પ્રશ્નોનો સમવેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે સંબંધિત ખાતાને સુચના આપી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૪૦૭-પ્રશ્નો મળેલ, જેના ૧૮૯-પ્રશ્નો કામો પુર્ણ કરવામાં આવ્યા છે. બાકીના ૨૧૮-પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી હાલમાં શરુ છે. આ સાથે તમામ સંબંધિત અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને પ્રજાના કામ સુનિયત સમયે પુર્ણ કરવા અને સમયસર હાજર રહીને પ્રજાલક્ષી કામગીરી ખંતપુર્વક કરવા સુચના આપવામાં આવી હતી. તેમ કલેકટર કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!