MORBl:મોરબી ગંદકી અને ઉભરાતી ગટરોને પ્રશ્ને રોડ પર આલાપ રોડ પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
MORBl:મોરબી ગંદકી અને ઉભરાતી ગટરોને પ્રશ્ને રોડ પર આલાપ રોડ પર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
રીપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી
મોરબી શહેરના આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટરો થી કંટાળીને સ્થાનીક લોકો એ કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી આજે વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો
ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા લાંબા સમયથી હોવા છતાં નગરપાલિકા તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
આ બાબતે વાત કરીએ તો મોરબી નગરપાલિકા લોકો ની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહી છે. મોરબી શહેર નાં ઘણા વિસ્તારોમાં થીં ગટ્ટર ઉભરાવાની ફરીયાદ નગરપાલિકા માં પહોચી છે. જ્યારે શહેરમાં આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્ને કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે કોંગ્રેસ આગેવાનોને સાથે રાખી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા તંત્ર પ્રત્યે આક્ષેપો કર્યા હતા. જે અંગે પાલિકાના ઈજનેર કિશન ફૂલતરીયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં જે તે સમયે સ્થાનિકો દ્વારા લાઈન નાખવામાં આવી છે અને ભૂગર્ભ ગટરની સમસ્યાની માહિતી મળતા પાલિકા તંત્ર છેલ્લા ૧૦-૧૨ દિવસથી કામગીરી શરુ કરી છે. જેમાં સ્થાનિકોએ નાખેલ લાઈન શોધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જલ્દી સમસ્યાનો ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જ્યારે નાની કેનાલ રોડ ઉપર નીલકંઠ પ્લાજા પાસે એક ભુગર્ભ ગટર ની કુંડી તુટી નેં અંદર પડી ગઈ છે અને ગટરનું ગંદુ પાણી ઉભરાઈ ને રોડ ઉપર વહે છે સ્થાનિક લોકોએ ચાર દિવસ પહેલા રજૂઆત કરી છે પણ હજુ આ કુંડી નો કચરો સાફ કરવા નગરપાલિકા નાં માણસો આવ્યા નથી અને ગટર નું પાણી રોડ ઉપર વહી રહ્યું છે.