MORBI:મોરબી મકનસર ગામ નજીક બલેનો કારમાં દેશી દારૂ ઝડપાયો

MORBI:મોરબી મકનસર ગામ નજીક બલેનો કારમાં દેશી દારૂ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળી કે વાંકાનેર સાઈડથી બલેનો કાર રજી.નં. જીજે-૦૩-એનબી-૫૫૯૨માં દેશી દારૂ ભરીને મોરબી લાવવામાં આવવાનો હોય, જેથી તાલુકા પોલીસ ટીમ મકનસર ઍક્સેલ સીરામીક નજીક વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત બલેનો કાર ત્યાંથી પસાર થતા તેને દૂરથી રોકવાનો ઈશારો કરતા, બલેનો કારણ ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં ત્યાંથી નીકળી જતા, તુરંત પોલીસ ટીમ તેનો પીછો કર્યો હતો, જે કાર મકનસર ક્વાર્ટર નજીક અકસ્માત થયેલ હાલતમાં મળી આવી હતી, જ્યારે કાર ચાલક અંધારાનો લાભ લઈને કાર રેઢી મૂકીને ભાગી ગયો હતો. ત્યારે કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટિકના બાચકામાં ૫૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧ લાખ મળી આવ્યો હતો. હાલ પોલીસે દેશી દારૂ તથા બલેનો કાર સહિત રૂ.૫૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી નાસી ગયેલ કાર ચાલક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે







