દાહોદ તાલુકાના જાલત ગામના રોડ પર પૂરપાટ દોડી આવતી મોટરસાઇકલ સ્લીપ ખઈ જતા એકનુ મોત બે ને ઇજા

તા.૨૨.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના જાલત ગામના રોડ પર પૂરપાટ દોડી આવતી મોટરસાઇકલ સ્લીપ ખઈ જતા એકનુ મોત બે ને ઇજા
દાહોદ તાલુકાના જાલત ગામે નવત્રા ફળિયા હાઇવે રોડ પર પુરપાટ દોડી આવતી મોટરસાયકલ ના ચાલકે ક્ષમતા કરતા વધુ પડતી ઝડપના કારણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ રોડની બાજુમાં લોખંડના બોર્ડ સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક સહિત ત્રણને ગંભીર ઇજાઓ થતા તે ત્રણ પૈકીના એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના છાપરી ગામે નિશાળ ફળિયામાં રહેતા કલ્પેશભાઈ લાલુભાઈ મકવાણા તેના કબજાની જીજે ૨૦ બી.એચ.-૪૮૯૦ નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જાલત ગામે નવાત્રા ફળિયા હાઇવે પર લઈ જતા મોટર સાયકલની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે ચાલક કલ્પેશભાઈ મકવાણા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ રોડની બાજુમાં આવેલ લોખંડના બોર્ડ સાથે ધડાકાભેર અથડાતા મોટરસાયકલ પર પાછળ બેઠેલ છાપરી ગામના પપ્પુભાઈ દલાભાઈ મકવાણાના ૨૦ વર્ષીય છોકરા અંકિતભાઈ પપ્પુભાઈ મકવાણાને તથા વચ્ચે બેઠેલ રોહનભાઈ મનીષભાઈ મકવાણા તેમજ મોટરસાયકલ ચાલક કલ્પેશભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ થતા તે ત્રણે ઈજાગ્રસ્તોને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત અંકિતભાઈ પપ્પુભાઈ મકવાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. છાપરી ગામે નિશાળ ફળિયામાં રહેતા મરણ જનાર અંકિતભાઈ મકવાણાના પિતા પપ્પુભાઈ દલાભાઈ મકવાણાએ કતવારા પોલીસ સ્ટેશનમાં આ સંબંધે ફરિયાદ નોંધાવતા કતવારા પોલીસે આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




