GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પોલીસ લાઈન કુમાર શાળાના પ્રતિભા શાળી શિક્ષિકાનું સન્માન કરતા નાયબ કલેકટર

MORBI:મોરબીની પોલીસ લાઈન કુમાર શાળાના પ્રતિભા શાળી શિક્ષિકાનું સન્માન કરતા નાયબ કલેકટર

 

 

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉંડ ખાતે 76 માં પ્રજાકસતાક દિનની ઉજવણી કરવામાં આવેલ તે સાથે દર વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા ક્લસ્ટર કક્ષાએ નાવીન્ય પૂર્ણ કરવા શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે, ક્લસ્ટર કક્ષાનો પ્રતિભાશાળી એવોર્ડ જે આ વર્ષે તાલુકા શાળા -1 નો પ્રતિભાશાળી એવોર્ડ નાયબ કલેકટર ઉમંગ પટેલના વરદ હસ્તે પોલીસલાઇન કુમાર તાલુકા શાળાના શિક્ષિકા દિપ્તીબેન ધનજીભાઇ પટેલને એનાયત કરવામાં આવેલ આ સમયે શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર CRC શૈલેશભાઈ કાલરીયા અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને PMSHRI માધાપરવાડી કન્યા શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલાની હાજરીમાં ધ્વજ વંદન બાદ દીપ્તિબેનને એવોર્ડ અર્પણ કરવા માં આવેલ. આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ અને સમગ્ર શાળા પરિવારે દિપ્તીબેનને અભિનંદન પાઠવવા આવેલ છે..

Back to top button
error: Content is protected !!