MORBIWANKANER

વાંકાનેર પીજીવીસીએલ કચેરી ખાતે એસીબી ગુજરાતનાં ટોલ ફ્રી નમ્બરનાં પેમ્પ્લેટ નું વિતરણ કર્યું

અર્જૂનસિંહ વાળા એ પીજીવીસીએલ કચેરીનાં અરજદારોને એસીબી ગુજરાતનાં ટોલ ફ્રી નમ્બર અંગે માહિતી આપી.

વાંકાનેર:હાલ ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જન-જાગૃતિ કાર્યક્રમો કરવા આવી રહ્યા છે. સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને પેમ્પ્લેટ વિતરણ કરી લોકોને એસીબી ગુજરાતની કામગીરી અંગે માહિતી આપવાનું કામ એસીબી ગુજરાતનાં કર્મચારીઓ કરી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકા અર્જુનસિંહ વાળા દ્વારા આજ રોજ પીજીવીસીએલ કચેરી ખાતે એસીબી ગુજરાતનાં ટોલ ફ્રી નમ્બર 1064 અંગેની માહિતી ત્યાં આવતા અરજદારોને આપી હતી.હાલમાં એસીબી ગુજરાતનાં વડા શમશેરસિંઘ છે.તેમની નિમણુંક એસીબી ગુજરાતમાં થયા બાદ એસીબી ગુજરાત દરરોજ એક-બે કેસ નોંધી રહી છે.

 

 

Back to top button
error: Content is protected !!