આંગણવાડી બહેનો પરેશાન:આઇસીડીએસના સરકારી નંબર પર અશ્લીલ વીડિયો કોલ, 40થી વધારે બહેનો ભોગ બની


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાની વિવિધ આંગણવાડી બહેનો માટે સરકારી મોબાઇલ નંબર માથાના દુખાવા સમાન બની ગયો છે. આઇસીડીએસ વિભાગના સરકારી મોબાઇલ નંબર પર વીડિયોકોલ કરી અજાણ્યો વ્યકતિ નગ્નતાની હદ વટાવી રહયો છે. અત્યાર સુધીમાં 35 થી 40 મહિલાઓ પર આ પ્રકારના વિડિયો કોલ આવી ચુકયાં છે. ભરૂચ જિલ્લામાં 1500 જેટલી મહિલાઓ આંગણવાડી ચલાવે છે
જેમાથી 35 થી 40 જેટલી બહેનોને છેલ્લા એક સપ્તાહથી આઈસીડીએસના સરકારી નંબર પર એક જ અજાણ્યા નંબર પરથી અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ વીડિયો કોલ કરી નગ્નતાની હદ વટાવી રહયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે પીડિત આંગણવાડી વર્કર સાથે વાતચીત કરતાં તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 7 દિવસથી 7717542910 નંબર પરથી આંગણવાડી બહેનોને એક બાદ એક અશ્લિલ વીડિયો કોલ આવી રહ્યો છે.
જેના કારણે આંગણવાડીની બહેનો હેરાન થઈ ગઈ છે. આ વીડિયો કોલના કારણે પતિ પત્ની વચ્ચે પણ ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ભરૂચ, નેત્રંગ અને ઝઘડીયા તાલુકાની આંગણવાડી બહેનોને વીડિયો કોલ અત્યાર સુધી 35 થી 40 મહિલાને આવી ચૂક્યા છે.
સૌથી પહેલો વિડીયો કોલ ભરૂચ આંગણવાડીની બહેનોને આવ્યો હતો. ત્યારબાદ નંબરના સીરિઝ મુજબ એક બાદ એક કોલ આવતા આંગણવાડી પ્રમુખે પોલીસમાં જાણ કરી હતી.સરકારી ફોન ચાલતાં નહી હોવાથી સીમકાર્ડ અંગત ફોનમાં કાર્યકરો ઉપયોગમાં લઇ રહી છે.




