રાષ્ટ્રીય પારિતોષિક -૨૦૨૪ ની નવી માર્ગદર્શિકા મુજબ Online ડેટા એન્ટ્રી કરવા બાબત

*રાષ્ટ્રીય પારિતોષિક -૨૦૨૪ ની નવી માર્ગદર્શિકા મુજબ Online ડેટા એન્ટ્રી કરવા બાબત*
માનવ સંસાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ,નવી દિલ્હી અંતર્ગત સરકારી / બિનસરકારી અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં શૈક્ષણિક કાર્ય કરતા આચાર્યશ્રીઓ,શિક્ષકો, મુખ્ય શિક્ષકો તથા સી.આર.સી, બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક (માધ્ય.), કેળવણી નિરીક્ષક, એચ.ટાટ મુખ્ય શિક્ષક તેમજ સરકારી / બિનસરકારી અનુદાનિત દિવ્યાંગ સંસ્થાઓમાંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા પસંદગી કરી “રાષ્ટ્રીય પારિતોષિક” આપવાની યોજના અમલમાં છે. જે અંતર્ગત અધિકૃત વિભાગ દ્વારા નવી(સુધારેલ)માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.આ માર્ગદર્શિકામાંની સુચનાઓ અન્વયે, જે સક્ષમ શિક્ષકો રાષ્ટ્રીય પારીતોષિક – ૨૦૨૪ માટે દરખાસ્ત કરવા ઇચ્છતા હોય તેઓએ પોતાના નામની નોંધણી તા.૧૫/૦૭/૨૦૨૪ દરમ્યાન MHRD ની વેબસાઈટ (http:// nationalawardstoteachers.education.gov.in) ઉપરથી કરવી.એમ જિલ્લા શિક્ષણાધિકારી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.



