વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનાં મેળામાં રેકોર્ડબ્રેક 8 થી 10 લાખ લોકો ઉમટી પડશે.
ચકડોળનાં 20 પ્લોટ માટે સૌથી વધુ રૂ. 50.01 લાખની બોલી બોલાઇ, 525 પ્લોટની હરરાજી કરાઇ

તા.05/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચકડોળનાં 20 પ્લોટ માટે સૌથી વધુ રૂ. 50.01 લાખની બોલી બોલાઇ, 525 પ્લોટની હરરાજી કરાઇ
પાંચાળની પવિત્ર ભૂમિમાં બિરાજમાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે આગામી તા. 6થી 9 સપ્ટેમ્બર સુધી યોજાનારા ભાતીગળ મેળાની તૈયારી આરંભી દેવાઈ છે રવિવારે 525 પ્લોટની કરાજી થઇ હતી જેમાં ચકડોળના 20 પ્લોટ માટે સૌથી વધુ રૂ.50.01 લાખની બોલી બોલાઈ હતી જ્યારે બાકીના પ્લોટની હરાજી તા.5 સુધી થશે હાલના અંદાજ પ્રમાણે હરાજીથી રૂ.1 કરોડની આવક થશે ત્યારે સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાનો મેળો વરસાદના પગલે બંધ રહેતા આ વર્ષે થાનના વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં અંદાજે 8થી 10 લાખ માણીગરો મેળામાં ઉમટશે થાન પાસે આવેલા તરણેતરના મંદિરે ઋષિ પાંચમના દિવસે ગંગાજી પ્રગટ થતા હોવાની લોક વાયકાને લઈને પ્રાચીન કાળથી લોક મેળો યોજાય છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે આ જગ્યા ઉપર પહેલા મંદિર હતુ અને તેમાં 78,000 ઋષિમુનિઓ તપ કરતા હતા આ જ્ગ્યા ઉપર કડવામુનિ અને વિષ્ણુ ભગવાનનો આશ્રમ પણ હતો અને વિષ્ણુ ભગવાનને એવો નિયમ હતો કે, દરરોજ 1008 કમળના ફૂલ મહાદેવના શિવલિંગને ચડાવી પૂજા કરી પછી જમવાનું ત્યારે શંકર ભગવાને તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતુ જ્યારે વિષ્ણુ ભગવાન પુજા કરવા બેઠા ત્યારે એક કમળનું ફૂલ અલોપ કરી નાખ્યું હતું તે સમયે વિષ્ણુ ભગવાને પોતાની જમણી આંખ શંકર ભગવાનના લિંગ ઉપર ચડાવી દીધી હતી ત્યારે શંકર ભગવાન લિંગમાંથી પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને મોઢા ઉપર હાથ ફેરવી દીધો અને આંખ હતી, એવી થઇ ગઇ પછી વિષ્ણુ ભગવાન દ્વારા ચડાવેલ એ આંખને પોતાના કપાળમાં લગાડી ત્યારથી શંકર ભગાવન ત્રિનેત્રેશ્વર કહેવાયા આ મંદિરની અંદર બે શિવલિંગ આવેલા છે અને આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલી છે જે મહાભારત કાળની છે દ્રુપદ નગરી પાંચાળમાં હતી મહાભારતની કથાનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યા પર યોજવામાં આવ્યો હતો તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો આ સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ મંદિરના પટઆંગણમાં જે કુંડ આવેલો છે ત્યાં અર્જુન દ્વારા મત્સ્યવેધ થયો હતો આમ, દ્રૌપદીના વિવાહનો પ્રસંગ પણ આ મંદિર સાથે જોડાયેલો છે એટલે આ જગ્યા પાંચાળ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે આ જગ્યા ઉપર પહેલા ઋષિ પાંચમ એટલે ભાદરવા સુદ પાંચમના દિવસે શંકર ભગવાન સ્વયંભુ પ્રગટ થયા હતા ત્યારે ઋષિમુનિઓ અને દેવો મેળો ભરાતો હતો હાલમાં વિશ્વ પ્રસિદ્ધ આ તરણેતરનો મેળો એ ખરેખર લોકમેળો છે જે પાંચાળ વિસ્તારમાં ભરાય છે જેની અંદર બધી કોમના જેવા કે, માલધારી, રબારી, કોળી, ક્ષત્રિય સમાજમાંથી કાઠી દરબાર તેમજ ગુજરાત અને ગુજરાત બહારથી પણ આ મેળાની અંદર લોકો ઉમટી પડે છે દરેકના સમાજના પોતાના અલગ-અલગ પહેરવેશમાં આ મેળો માણવા આવે છે આ જગ્યા ઉપર આવેલ કુંડની અંદર હજારોની સંખ્યામાં પાંચમના દિવસે શ્રદ્ધાભેર સ્નાન કરે છે ભાદરવા સુદ-ચોથના દિવસે મંદિરમાં ધજારોહણ કરવામાં આવે છે જે વર્ષોથી પાળિયાદના વિસામણ બાપુની જગ્યા દ્વારા બાવન (52) ગજની ધજારોહણ કરવામાં આવે છે આ પ્રસંગે મંદિરના પટઆંગણમાં જુદી જુદી રાસ, મંડળીઓ દ્વારા રાસ રમાવામાં આવે છે સાથે હુડો, દુહા, છંદ, રાવણ હથ્થા વગાડાવા જેવા વિવિધ કાર્યક્રમો થાય છે.





