MORBI:મોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

MORBI:મોરબીમાં ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે
કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં યોજાનાર કાર્યક્રમો માટે કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા બાબતે ક્લેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ૧૩ થી ૧૫ તારીખ દરમિયાન મોરબી જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના સુચારું આયોજન માટે સબંધિત વિભાગોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
મોરબીમાં ૧૫/૧૧/૨૦૨૫ ના રોજ પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ૧૩ થી ૧૫ નવેમ્બર દરમિયાન તમામ જિલ્લાવાસીઓ માટે સેવા સેતુ યોજાશે અને શાળાઓમાં ભગવાન બિરસા મુંડા આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ૧૪ નવેમ્બરના રોજ નવજીવન સ્કૂલ ખાતે કબડ્ડીની સ્પર્ધા પણ યોજાશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર, નાયબ કલેક્ટરશ્રી ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી મુખ્ય મથક સિવાયના અધિકારીશ્રીઓ વીડિયો મીટના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.






