KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકાના વડાલા ગામે પોષણ માસની ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.18: પ્રોગ્રામ ઓફિસર તેમજ સીડીપીઓના માર્ગદર્શન હેઠળ ભદ્રેશ્વર સેજાના વડાલા ગામે પોષણ માસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં પોષણના બેનરો, પોષણની રંગોળી, અનાજ અને કઠોળની રંગોળી તેમજ બેનર, ચાર્ટ દ્વારા લોકો સુધી પોષણના સંદેશાઓ પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવેલ. કાર્યક્રમમાં ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ પંચાયતની ટીમના સભ્યો, સીડીપીઓ, મુખ્ય સેવિકા, આરોગ્ય અને પ્રાથમિક શાળાનો સ્ટાફ, આંગણવાડીના બહેનો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ અને વાલીઓએ હાજરી આપેલ. સૌ પ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી તેમજ તમામ મહેમાનોને ઔષધીય રોપા આપી તેમનું સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા પ્રાર્થના કરાવેલ અને કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ ત્રણ થી છ વર્ષના આંગણવાડી કેન્દ્રના બાળકોને શાકભાજી તેમજ ફળોના પહેરવેશ પહેરાવી વેશભૂષાનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં બાળકોએ રીંગણ તો રાજા બાળગીત પર ખૂબ જ સરસ ડાન્સ કરેલ. બાળ દિન નિમિત્તે આ તમામ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ.કાર્યક્રમમાં સીડીપીઓ દ્વારા પોષણ માસ વિશે ગ્રામજનોને માર્ગદર્શન આપેલ અને પોતાના બાળકોને બહારના જંગ ફૂડ ન ખવડાવવા અને તે બદલ તેમને પૌષ્ટિક આહાર જ ખવડાવો તે વિશે સમજણ આપવામાં આવેલ. ત્યારબાદ આંગણવાડી વર્કર બહેનો દ્વારા પોષણની અદાલતનું નાટક રજૂ કરવામાં આવેલ અને છ માસ પૂર્ણ કરેલ પાંચ બાળકોને મહેમાનોના હસ્તે અન્નપ્રાસન કરાવી વાટકી-ચમચી આપવામાં આવેલ અને માતાને સ્તનપાન સાથે બાળકને ઉપરી આહાર શરૂ કરાવવા માર્ગદર્શન આપેલ. ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલ તમામ વાલીઓ, લાભાર્થીઓ તેમજ મહેમાનોને પૌષ્ટિક નાસ્તો આપી અને આભાર વિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!