દાહોદ જીલ્લા સહકારી સંધ આયોજિત દ્રારા અખિલ ભારત સહકાર સપ્તાહ ની પૂર્ણાહુતિ તેમજ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
AJAY SANSI4 weeks agoLast Updated: November 20, 2025
2 1 minute read
તા.૨૦.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા સહકારી સંધ આયોજિત દ્રારા અખિલ ભારત સહકાર સપ્તાહ ની પૂર્ણાહુતિ તેમજ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
72માં અખિલ ભારત સહકાર સપ્તાહની પૂર્ણાહુતિ તેમજ જિલ્લા ની સહકારી ક્રેડિટ સોસાયટીની સારી કામગીરી અંતર્ગત એવોર્ડ વિતરણ સમારંભ દાહોદ જિલ્લા સહકારી સંઘ ના ચેરમેન કે ટી મેડાના અધ્યક્ષ સ્થાને દાહોદ અનાજ માર્કેટ કમિટી સભાખંડમાં યોજવામા આવ્યો હતો જેમાં દાહોદ જિલ્લાની ક્રેડિટ સોસાયટીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદની જરૂરી સુચના અને માર્ગદર્શન ને આધીન દાહોદ જિલ્લામાંથી ત્રણ ક્રેડિટ સોસાયટીની સારી કામગીરી અંગે પસંદગી કરવામાં આવેલ જેમને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ જેમાં જિલ્લામાં પ્રથમ નંબરે દાહોદ શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ને આપવામાં આવ્યો હતો આ સન્માન શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન વિનોદભાઈ પરમાર એ સ્વીકાર્યો હતો આ પ્રસંગ સ્વાગત પ્રવચન સંઘના સીઈઓ કીર્તનસિંહ ભાભોરે કર્યું હતું આ પ્રસંગે પ્રવચનો સંઘના ડિરેક્ટર સાબીર શેખ શ્રીરામ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન વિનોદભાઈ પરમાર સંઘના ચેરમેન કે ટી મેડાએ પ્રવચનો કર્યા હતા આભાર વિધિ તથા સંચાલન સંઘના ડિરેકટર સાબિર શેખએ કરી હતી આ પ્રસંગ ક્રેડિટ સોસાયટી મંડળીઓ ના ચેરમેન સભ્યો હાજર રહ્યા હતા
Sorry, there was a YouTube error.
AJAY SANSI4 weeks agoLast Updated: November 20, 2025