
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાઠંબા ગામના વાલ્મીકી યુવકને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે,ગુન્હો દાખલ કરવા અને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું
મનિષભાઈ વાલ્મીકીને પોલીસ દ્વારા ઢોરમાર મારવામા આવ્યો છે.તે પોલીસ સામે ગુન્હો દાખલ કરવા અને તેઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.
મનીષભાઈ વાલ્મિકી રહેવાસી ગામ સાઠંબા તાલુકો બાયડ જીલ્લો અરવલ્લી પોતે મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે તા.29/7/2025 ના રોજ સમાજના બંને ભાઈઓ અને પરિવાર ઝગડતા હતા ત્યારે મનીષભાઈ વાલ્મિકી તેવો આ બંને ભાઈના પરિવારને છોડાવતા હતા ત્યારે પોલીસ મનીષભાઈ વાલ્મિકીને જેલમાં પૂરી દીધા હતા અને મનીષભાઈ પોલીસને કગરતા હતા કે હું કોઈ ઝઘડામાં નથી મેં પોલીસને કોઈ હાથ ચાલાકી કરી નથી તમો સીસી કેમેરા ખોલાવો તેઓ પોલીસને વિનંતી કરતા હતા તેમ છતાંય પોલીસે મનીષભાઈ ને ઢોર માર મારવામાં આવ્યો મનીષભાઈ ના તળિયા અને પછાડીના ભાગે અને મોના ભાગે ગંભીર ઈજાવા પહોંચી છે નિર્દોષ મનીષભાઈ ને જે માર મારવામાં આવી છે તેમના સામે કડકમાં કડક સજા થવી જોઈએ અને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે મનીષભાઈ વાલ્મિકીને જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા ગૃહ મંત્રી ને આવેદનપત્ર આપવામાં આવશે.મનિષભાઈને ગંભીર ઇજાઓ પોહચવાડામા આવી છે.હાલ તેમની તબીયત ગંભીર છે. તેમને કંઈપણ થસે તેની તમામ જવાબ દારી સાંઠબા પોલીસ સ્ટેશનની રહેશે.તેમ પણ જણાવ્યું હતું આ ઘટના ના તા.ર૯/૦૬/૨૦૨૫ના રોજ સમયઃ૦૪ થી ૧૦ કલાકના સી.સી.કેમેરા ચેક કરી અને જેતે ગુનેગારોને તેમના ઉપર કાર્યદેશરની કાર્યવાહી કરી તેમના ઉપર યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે





