GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણી વૈશ્વિક સ્તરે સન્માનિત

 

MORBI:મોરબી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણી વૈશ્વિક સ્તરે સન્માનિત

 

મોરબી માટે ગૌરવની વાત છે કે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ હેઠળ કાર્યરત શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણી (PT)નો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત PhysioTimes દ્વારા જાહેર કરવામાં આવેલા “100 International Physiotherapy Icons”માં સમાવેશ કરવામાં આવ્યો છે.

ફિઝિયોથેરાપી ક્ષેત્રે શિક્ષણ, સંશોધન, ક્લિનિકલ પ્રેક્ટિસ, નેતૃત્વ અને નવીનતા માટે આપવામાં આવતું આ સન્માન ડૉ. રાહુલ છતલાણીની વ્યાવસાયિક યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

ડૉ. રાહુલ છતલાણી છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી ફિઝિયોથેરાપી શિક્ષણ, સંશોધન અને ક્લિનિકલ ક્ષેત્રે કાર્યરત છે. તેમના 30થી વધુ સંશોધન લેખો પ્રતિષ્ઠિત તથા SCOPUS અને Web of Science ઇન્ડેક્સ્ડ જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. તેઓ ફિઝિયોથેરાપી શિક્ષણમાં ગુણવત્તા, સંશોધન અને પુરાવા આધારિત પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે.

આ આંતરરાષ્ટ્રીય સન્માન માત્ર ડૉ. રાહુલ છતલાણીની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ અને સમગ્ર મોરબી માટે પણ ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ મોરબીના ફિઝિયોથેરાપી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ બની છે.આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ડૉ. રાહુલ છતલાણીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

 

Back to top button
error: Content is protected !!