હળવદમાં વારંવાર વીજ ફોલ્ટ થી વેપારીઓ પરેશાન અલ્ટીમેટમ અપાયું – યોગ્ય નિર્ણય નહી આવે તો આંદોલનની ચીમકી

0
19
વાત્સલ્યમ્ સમાચાર

હળવદમાં વારંવાર વીજ ફોલ્ટ થી વેપારીઓ પરેશાન અલ્ટીમેટમ અપાયું – યોગ્ય નિર્ણય નહી આવે તો આંદોલનની ચીમકી

વારંવાર વીજ ધાંધિયા થી વેપારીઓ લડી લેવાના મૂડમાં – વીજ કંપની ની લાલિયા વાડી થી હળવદમાં જન આક્રોસ ચરમસીમાએ

IMG 20230120 152357

હળવદ શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી વીજ કંપનીની લાલીયાવાડી થી જન આક્રોશ ચરમશીમાએ જોવા મળી રહ્યો હતો ત્યારે વારંવાર વીજ કંપનીના લાલીયાવાડી થી વેપારીઓ પરેશાન થતા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા 24 કલાક વીજળી ઉપલબ્ધ કરવાનો દાવો કરવામાં આવે છે પરંતુ સ્થાનિક અધિકારીઓ કોઈક ના ઈશારે સરકારને બદનામ કરવા વારંવાર હળવદ શહેરમાં વીજકાપ કરતા હોય છે ત્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ દ્વારા pgvcl અધિકારીને તાત્કાલિક ધોરણે હળવદમાં થતી આ વીજકાપની વારંવાર ઘટનાઓને જો રોકવામાં નહીં આવે તો તમામ સ્ટાફની બદલી કરી ખાતાકીય તપાસ તેમજ નિયમ અનુસાર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે તેમજ જો તારીખ 28 જાન્યુઆરી સુધીમાં આ વીજકાપનો યોગ્ય નિર્ણય નહીં આવે તો સમગ્ર હળવદ શહેરના વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી ઉગ્ર આંદોલન કરી વિરોધ નોંધાવશે જેની સંપૂર્ણ જવાબદારી pgvcl તંત્રની રહેશે તેમ જ આ અંગે અલગ અલગ અધિકારીઓને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

વિશાલ જયસ્વાલ હળવદ

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews