MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ, ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ, ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિર થી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિર થી પ્રસ્થાન કરાવી હતી. ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીના સુતરની આંટી પહેરાવી વિકાસ પદયાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી.
આ વિકાસ પદયાત્રામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપ સિંહ વાળા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિરલ દલવાડી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા.