GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ભડિયાદ ગામ નજીક મળેલ બિનવારસી લાશની ઓળખ માટે તજવીજ શરૂ

MORBI:મોરબીમાં ભડિયાદ ગામ નજીક મળેલ બિનવારસી લાશની ઓળખ માટે તજવીજ શરૂ

જાણકારી મળતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભડિયાદ ગામ નજીક તા. ૨૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યા આસપાસ એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ વ્યક્તિ, જેની ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાય છે.

ભડીયાદ ગામની સીમ મિલેનિયા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલા ઊંડા વોકળાના પાણીમાંથી લાશ કોહવાયેલી તરતી મળી આવી હતી આ લાશનું પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.

આશરે ૩૫ થી ૪૦ વર્ષની હોય એવી આ વ્યક્તિની લાશના ગળાના ભાગે કાળો દોરો પહેરેલો છે અને જમણા કાનની બુટ્ટીમાં પીળી ધાતુની કડી પહેરેલી છે. આ વ્યક્તિએ કાળી સફેદ કલરનો ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ તથા કમરે કાળુ નાઈટ ટ્રેક પહેરેલું છે. આ લાશનું પોસ્ટમોર્ટમ કરીને ઓળખ માટે મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.

આ વ્યક્તિને કોઈ જાણતું હોય અથવા અન્ય કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.શ્રી એસ.વી. સોલંકીના મોબાઈલ નંબર ૭૯૯૦૨૪૮૪૮૨ પર સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button