MORBI:મોરબી ધી વી સી ટેક્નિકલ હાઇસ્કુલ ખાતે કર્મચારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો
MORBI:મોરબી ધી વી સી ટેક્નિકલ હાઇસ્કુલ ખાતે કર્મચારીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો
ધી વી સી ટેક્નિકલ હાઇસ્કુલ મોરબી માં ફરજ બજાવતા શિક્ષકશ્રીઓ શ્રી એચ એમ વાઘેલા સાહેબ તેમજ શ્રી કે બી કુંડારિયા સાહેબ તા. 31.10.2025 ના રોજ વય નિવૃત થતા હોય તેમનો તેમજ સેવકશ્રી બી પી દેવડા પણ વય નિવૃત થઈ ગયેલ હોય ઉક્ત કર્મચારીશ્રીઓનો વિદાય સન્માન સમારંભ ધી વી સી ટેક્નિકલ હાઇસ્કુલ ખાતે યોજાઈ ગયો.
ઉક્ત કાર્યક્રમમાં વી સી હાઇસ્કુલ ના આચાર્યશ્રી ડૉ. બી એ વાઘેલા સાહેબ, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી એમ એચ દેથરીયા, મહામંત્રીશ્રી એચ જી બોડા તેમજ વી સી હાઇસ્કુલ શાળા પરિવારના શિક્ષકો નોન ટીચિંગ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.સન્માન સમારંભ માં શાળા પરિવાર તરફથી વિદાયમાન શિક્ષકશ્રીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષક સંઘ વતી હાજર પ્રમુખશ્રી તેમજ મહામંત્રીશ્રી દ્વારા વિદાયમાન શિક્ષકશ્રીઓ ને તેમના સેવાકાળ દરમિયાન કરેલ પ્રશંસનીય કામગીરી અંગેનું પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું અને સર્વે શાળા પરિવાર દ્વારા વિદાયમાન શિક્ષકોનું ભાવિ જીવન આનંદમય રહે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરેનભાઈ નથવાણી સાહેબે કર્યું હતું. કાર્યક્રમને અંતે આભારવિધિ શાળાના શિક્ષકશ્રી ડી એ ખંડેકા દ્વારા કરવામાં આવી હતી.