વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૦૫ સપ્ટેમ્બર : ઈન્નર વિલ ક્લબ મુંદરા દ્વારા આયોજિત”નેચર ફેશન પરેડ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન”માં મુંદરા ની વિવિધ શાળાઓ માંથી 86 બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી પોતાના ઉદ્દબોધનમાં સર્વેને શુભેચ્છાઓ પાઠવી હતી ક્લબના પ્રમુખ અનિતાબેન સાવલા એ સ્વાગત પ્રવચન કરી સર્વેને આવકાળ્યા હતા વિવિધ શાળાઓ માંથી પધારેલ પ્રિન્સિપલ તેમજ શિક્ષકો ને ક્લબ વતીથી સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા, આ પ્રોગ્રામના પ્રોજેક્ટ ચેરમેન કોમલબેન પલણ તેમજ ગીતાબેન ઐયર રહ્યા હતા કાર્યક્રમમાં જજૅ તરીકેની સેવા રિધ્ધી મહેતા તેમજ અંબિકા ઐયર એ આપેલ હતી ક્લબના નીલીમાબેન મહેતા, દીપ્તિબેન ગોર, આશાબેન ચાવડા, અલ્પાબા ચુડાસમા, દુર્ગાબેન અમલાણી, હેતલબેન જોશી, મમતાબેન શાહ, ગૌરીબેન ઘડકર, લીનાબેન મહેશ્વરી તથા તૃપ્તિબેન દુબે હાજર રહ્યા હતા રોટરેકટ ક્લબ તેમજ ઇનટરેક્ટ ક્લબ નો સાથ સહકાર મળેલ હતું . આભારવિધિ કલબના સેક્રેટરી પૂજાબેન જોશી એ કરેલ હતી તેમજ કાર્યક્રમનું સંચાલન હિમાની પટેલે કરેલ હતું.