HALOLPANCHMAHAL

હાલોલ-પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી પર્વને લઈ દર્શન કરવા માટે દર્શનાર્થીઓ માટે સમયપત્રક જાહેર કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૯.૨૦૨૪

આસો નવરાત્રી શરૂ થવાની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમ્યાન નિજ મંદિર ના દ્વાર દર્શનર્થીઓ માટે ક્યાં સમયે ખોલવામાં આવશે તે અંગે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.નવરાત્રી દરમ્યાન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે દર્શનાર્થી ભક્તોની ભારે ભીડ મહાકાળી માતાજી ના દર્શને ઉમટશે તેવામાં અહીં આવતા શ્રદ્ધાળુ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે.ગત બુધવારના રોજ પંચમહાલ જિલ્લા કલેકટરે હાલોલ ની મુલાકાત લીધી હતી અને હાલોલ જ્યોતિ સર્કલ થી પાવાગઢ સુધી પગપાળા આવતા યાત્રાળુઓ ની સુવિધા માટે બનાવવામાં આવેલા ફૂટપાથ ના દબાણો દૂર કરાવી ફૂટપાથ યાત્રિકો માટે ખુલ્લો કરવામાં આવે તેવી સ્થાનિક વહીવટી તંત્ર ને સૂચના આપી છે.ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ નવરાત્રી દરમ્યાન અહીં આવનારા દર્શનર્થીઓ સરળતાથી માતાજી ના દર્શન કરી શકે તે માટે નિજ મંદિરના કપાટ ક્યારે કેટલા સમયે ખોલવામાં આવશે તે અંગે જાહેરાત કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધી ના પંદર દિવસ માટે મંદિર ના દ્વાર વહેલા ખોલવામાં આવનાર છે.આ પંદર દિવસ માં પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 કલાકે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 કલાકે બંધ કરવામાં આવશે જ્યારે 10 દિવસ માટે નિજ મંદિરના દ્વાર સવારે 5:00 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ કરવામાં આવનાર છે.3 ઓક્ટોબર અને એકમ ના દિવસે, 6 ઓક્ટોબર ના ત્રીજ ના દિવસે, 11 ઓક્ટોબર આઠમના દિવસે, 13 ઓક્ટોબર ના દસમ ના દિવસે અને 17 મી ઓક્ટોબર પૂનમ ના દિવસે નીજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે ખોલવામાં આવશે.જ્યારે બાકીના દિવસો માં મંદિર સવારે 5:00 કલાકે ખોલવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવમાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!