GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા ની દેવકુંવર શૈક્ષણિક સંકુલ વિધ્યાલયમા વ્યસન ની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન

TANKARA:ટંકારા ની દેવકુંવર શૈક્ષણિક સંકુલ વિધ્યાલયમા વ્યસન ની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન

 

 

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડા(ખા)ના સયુંકત ઉપક્રમે ટંકારા ખાતે આવેલી શ્રી દેવકુંવર શૈક્ષણિક સંકુલ વિધ્યાલયમાં વ્યસન ની જાગૃતિ અર્થે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરણ ૮ થી ૧૦ના કુલ ૫૫ બાળકોએ ભાગ લીધેલ અને પોતાની આવડત મુજબ વ્યસન ની જાગૃતિ ઉપર નિબંધ લખેલ. સ્પર્ધામાં પ્રથમ નંબર શ્રેયાંશી ડાકા , દ્રિતીય ક્રમ અંતિકા ગઢિયા તથા તૃતીય નંબર ખુશી ગોસરાએ મેળવ્યો હતો.વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ. ત્યારબાદ આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ દ્વારા તમાકુના વ્યસન ની જાગૃતિ અંગે વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતાં ગેરફાયદા અંગે માર્ગદર્શન આપેલ અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ તમાકુમુક્ત અને વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. ચિત્રાંગી પટેલ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ.કે.પટેલ મ.પ.હે.સુ ઉમેશ ગોસાઈ, સી.એચ.ઓ. કોમલબેન અગ્રાવત મ.પ.હે.વ આશિષ ધાંધલ્યા પણ હાજર રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય પંકજભાઈ ઢેઢી તથા શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ.

Back to top button
error: Content is protected !!