GUJARATSAYLA

પાંચાળની કોળી સમાજની બે વીરાંગનાઓ સરહદની રખેવાળ સંત્રી બની.

ઝાલાવાડ પંથકમાં નામ રોશન કરતી મદારગઢ ગામની બે યુવતીઓ સો સો સલામ…

સૈનિક નો બુટ માથાનો મુગટ છે
ભારતીય સૈન્ય બી એસ એફમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતાં સ્વાગત સન્માન રેલી સાથે દિવ્ય અને ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો.
દેવભૂમિ પાંચાળ પ્રદેશની ધન્ય ઘરા સાયલા તાલુકાના મદારગઢ ગામની કોળી સમાજની બે દીકરીઓ અસ્મિતાબેન શંકરભાઈ કુકડીયા અને કિંજલબેન કેશુભાઈ ઝાપડિયા ભારતીય સૈન્ય બી એસ એફ માં સિલેક્ટ થઈ હતી,આજે તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાંચાળની ધન્ય ધરા મદારગઢ ગામે આવતાં ભવ્ય સ્વાગત સન્માન રેલી અને અભિવાદન સમારોહ યોજાયો હતો,સાયલા થી મદારગઢ ગામે બે કિલો મીટર જંગી સ્વાગત રેલીમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો,કાર્યક્રમમાં ભારત માતાકી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું,સ્વાગત સન્માન સમારોહને ઉજળો બનાવવા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ હાજર રહી દેશભક્તિના પ્રતિક રૂપે પાંચાળ સંસ્કૃતિ અને અસ્મિતાની ઓળખ સમાન મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું,કાર્યક્રમમા યુવા અગ્રણીઓ નાગરભાઈ જીડીયા,મયુરભાઈ સાકરીયા,મુકેશભાઈ મકવાણા,રમેશભાઈ મેર,હરેશભાઇ વાટુકિયા,દેવકરણભાઈ જોગરાણા,અજીતભાઈ ખોરાણી,ભરતભાઈ આલાણી,ઈશ્વરભાઈ કાલીયા તેમજ નિવૃત્ત સૈનિકો અને આજુબાજુના ગામડાઓમાંથી સરપંચો તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો અને દેશભક્તિ ના રંગે રંગાયેલ માનવ મહેરામણ ઉમટી પડી બન્ને દીકરીઓનું ભાવભેર સન્માન કર્યું હતું,આ તકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોકટર મુકેશભાઈ મકવાણાએ કર્યુ હતું અને શિક્ષણ વિદ પ્રેમજીભાઈ જમોડ અને પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ માનવ મહેરામણનો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!