GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ના મીડિયા નિવેદન બાદ પણ જાહેર માર્ગો પર રખડતા પશુધન ની ભયંકર સમસ્યા યથાવત

MORBI:મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ના મીડિયા નિવેદન બાદ પણ જાહેર માર્ગો પર રખડતા પશુધન ની ભયંકર સમસ્યા યથાવત

 

 


પ્રાથમિક સુવિધાઓ ના અભાવ ગંદકી, તૂટેલા બિસ્માર મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સહિત ની અનેક સમસ્યાઓ થી ત્રસ્ત મોરબી ની શાંતિપ્રિય પ્રજા ને છેલ્લા ઘણા સમય થી રસ્તે રઝળતા અને અડિંગો જમાવી બેઠેલા ધણખૂંટ, ગાયો, સહિત ના પ્પશુઓ ની સમસ્યાએ ગંભીર રીતે પરેશાન કરી મૂકી છે, ત્યારે મોરબી ના ધારાસભ્ય શ્રી હરકત માં આવ્યા હતા અને મીડિયા સમાચાર માં વિડિયો મેસેજ વાઇરલ કરી જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્ર દ્વારા રઝળતાં પશુઓ ને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી આ સમસ્યા માંથી રાહત મળશે.તેઓએ પશુ માલિકો ને પણ આ અંગે સહકાર માટે વિનંતી કરી હતી.પરંતુ અન્ય સમસ્યાઓ નો માફક.આ સમસ્યા નો પણ કોઈ ઉકેલ હાલ માં દેખાતો નથી અને પ્રજા જીવ ના જોખમે વાહનો સાથે રસ્તાઓ પરથી પસાર થાય છે.ખાસ કરીને નાના બાળકો અને વડીલો ને આ સમસ્યા થી વધુ જોખમ રહેલું છે ત્યારે કોઈ જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાઈ માનવસર્જિત આફત નોતરે એ પહેલાં જ તાકીદે આ સમસ્યાનું નિવારણ થવું જરૂરી છે.
ઉલેખનોય છે કે , મોરબી નગર પાલિકા ને તાજેતર માં મ્યુનીશિપલ કોર્પોરેશન નો દરજ્જો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારની સામાન્ય સમસ્યાઓ પણ તંત્ર ઉકેલી શકવા સક્ષમ નથી તો મ્યુનિસિપલ કોર્પોરેશન નો વહીવટ કેમ કરી શક્શે આ મહત્વ નો પ્રશ્ન મોરબીવાસીઓ માં ચર્ચાઈ રહ્યો છે.

Back to top button
error: Content is protected !!