GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સમાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા કાર્યપાલક ઈજનેર લેખિતમાં રજુઆત

MORBI:મોરબીના સમાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા કાર્યપાલક ઈજનેર લેખિતમાં રજુઆત

 

 

મોરબી : મોરબી શહેરમાં સમાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા બાબતે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાણી પુરવઠા વિભાગ, કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવવામાં આવ્યું કે, મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે પાણીનો સંપ આવેલ છે. આ સંપ મારફતે માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના અનેક વિસ્તારોમાં પાઈપલાઈન મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ પાઈપલાઈનમાં ઉદ્યોગોને અનેક જગ્યાએ ગેરકાયદેસર કનેકશનો આપવાના કારણે આ રહેણાંક વિસ્તારો સુધી યોગ્ય માત્રામાં પાણી પહોંચતું નથી. જેના કારણે લોકોને પાણીથી વંચિત રહેવું પડે છે. અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.ત્યારે મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ સ્ટેશનની પાછળના ભાગે આવેલ પાણીના સંપ મારફતે માળીયા, વનાળિયા, શક્તિ સોસાયટી, રામદેવનગર, ઉમિયાનગર, સુભાષનગર સહિતના વિસ્તારોને પાણી પૂરું પાડવા ઘટિત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!