
તા.૧૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Dahod:દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરા રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાનના માસ્ટર ટ્રેનર દ્વારા સ્કીલ લેબ માટેની તાલીમ યોજાઇ
દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયાના માર્ગદર્શન હેઠળ વડોદરા રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંસ્થાન ના માસ્ટર ટ્રેનર ભાવના બેન દ્વારા નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તમામ સ્ટાફ નર્સ તમામ ફીમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો ને સ્કીલ લેબની તાલીમ આપવામાં આવી જેમા જોખમી સગર્ભા માતાઓની ઓળખ કઈ રીતે કરવી , તેમનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવું , તેમને કઈ કઈ તપાસ કરાવવી અને ડિલિવરી સમયે કઈ જગ્યાએ રિફર કરવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું અને સગર્ભા માતાઓને ખોરાક વિશે શું શું ખાવું તે અંતર્ગત પણ માહિતી આપવામાં આવી તથા ડિલિવરી સબંધીત તમામ માહિતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર અને આશા બહેનો ને આપવામાં આવી આ સ્કીલ લેબ તાલીમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો હતો



