MORBI :મોરબી નર્મદા બાલઘર દ્વારા ૮૯ કોર્સનું પ્રદર્શન તથા માગૅદશૅનનું આયોજન
MORBI :મોરબી નર્મદા બાલઘર દ્વારા ૮૯ કોર્સનું પ્રદર્શન તથા માગૅદશૅનનું આયોજન
આજની સ્પર્ધાત્મક અને ઝડપથી વિકસતી દુનિયામાં જ્યારે એક બાજુ યુવાનોને નોકરી મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે બીજી બાજુ, ઘણી બધી જગ્યાએ યોગ્ય લાયકાત વાળા વ્યક્તિઓની કમીને કારણે જગ્યાઓ ખાલી રહે છે.આ બધી પરેશાનીઓના નિવારણરૂપે નર્મદા બાલઘરે બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય અને તે સારી નોકરી મેળવે અથવા તો પોતે ENTREPRENEUR બનીને બીજા યુવાનોને પણ નોકરી આપી શકે તેટલો કાબીલ બની શકે, તે માટે કૌશલ્ય આધારિત ૮૯ કોર્સ તૈયાર કર્યા છે.
નર્મદા બાલઘરનો ઉદ્દેશ્ય બાળકોને અનુભવી વિજ્ઞાન, ૩ડી પ્રિન્ટિંગ,ડ્રોન ટેક્નોલોજી, ડિજિટલ સિટિજન,A.I ટૂલ્સ, A.I પ્રોડક્ટ, Virtual Reality, Augmented Reality, ડ્રૉઇંગ, ડિજિટલ ડ્રૉઇંગ, સ્ટોન મ્યુરલ વર્ક, ઈલેક્ટ્રોનિક મ્યુરલ વર્ક, ભરતગૂંથણ, સંગીત, સ્કેટિંગ, કમ્પ્યુટર ઓપરેશન, કમ્પ્યુટર કોડિંગ વગેરે જેવા વિષયોનો અનુભવી જ્ઞાન આપવાનો છે. જેથી બાળક ભવિષ્યમાં આત્મસક્ષમ બની શકે.આ પ્રવૃતિઓને બાળકો સુધી પહોંચાડવા માટે નર્મદા બાલઘર “MAKER’S ROOM MOVEMENT” ચલાવે છે. જ્યાં બાળકો ૮૯ વિષયોનું જ્ઞાન મેળવી શકે છે. જેના ભાગરૂપે નર્મદા બાલઘર શાળાઓને ટેક્નોલોજીના તથા જે તે વિષયોના સાધનોથી સુસજ્જ કરે છે તથા તેમના શિક્ષકોને ટ્રેનિંગ આપે છે. જેથી દરેક શાળાના બાળકોને આ જ્ઞાન મળી શકે.સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં ૧૨૨૦ શાળાઓના ૧૬૩૪ શિક્ષકોને ટ્રેનિંગ આપીને કુલ ૩,૬૩,૮૩૫ બાળકોને આ સેવાનો લાભ મળેલ છે. આ ૮૯ કોર્સનો લાભ શાળાઓ દ્વારા વધારેમાં વધારે બાળકો સુધી પહોંચે તે માટે પ્રવૃતિઓના પ્રદર્શન તથા માર્ગદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ ૦૧.૧૨.૨૦૨૪ સાર્થક વિદ્યા મંદિર, કેસરબાગ પાછળ, એલ. ઈ. કોલેજ રોડ, મોરબી-2. સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી નર્મદા બાલઘર મોરબીના તમામ બાળકો, વાલીઓ, શિક્ષકો તથા શિક્ષણવિદોને આ પ્રદર્શનમાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવે છે.