NARMADA

ડેડીયાપાડા કોલેજ ખાતે ખેતી વિષય ઉપર વ્યાખ્યાન તથા વાલી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું

ડેડીયાપાડા કોલેજ ખાતે ખેતી વિષય ઉપર વ્યાખ્યાન તથા વાલી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું.

 

તાહિર મેમણ :લ આજરોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે ગ્રીન હબ ફાઉન્ડેશન અમદાવાદ સહયોગથી કોલેજ ખાતે મિનિટ્સ કુકિંગ કોમ્પિટિશન અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિષય ઉપર વ્યાખ્યાન તથા વાલી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી મનિષભાઇ પંડ્યા(મિલેટ્સ એક્સપર્ટ), શ્રી પિયુષભાઇ બારીયા(બાગાયત અધિકારી), શ્રીમતી ઉષાબેન વસાવા(નારી શક્તિ પુરસ્કાર 2020), શ્રી નુરજીભાઇ વસાવા (શિક્ષક શ્રી, તાલુકા કુમાર શાળા), શ્રી સુનિલભાઈ ત્રિવેદી (સ્થાપક, ગ્રીન હબ ફાઉન્ડેશન અમદાવાદ) હાજર રહ્યા હતા. સાથે કોલેજમાં અભ્યાસ કરતા FY, SY અને TYBA તથા FYBSc ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કુકિંગ કોમ્પિટિશન ના વિજેતાઓ:

પ્રથમ નંબર
વસાવા સુનિલભાઈ પી.
વૈષ્ણવ કોમલ વી.
વસાવા નિશાબેન

દ્વિતીય નંબર
વસાવા ભૂમિકાબેન વિનુભાઈ
વસાવા આશીકાબેન કરમસિંગભાઈ
વસાવા હેમંતકુમાર મહેન્દ્રભાઈ

તૃતીય નંબર
વૈષ્ણવ મોનિકાબેન બી.
વસાવા નમ્રતાબેન એસ.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.અનિલાબેન પટેલ ના અધ્યક્ષપણા હેઠળ મહેશભાઈ વસાવાએ કર્યું હતું. કાર્યક્રમ નું સંચાલન સંજયભાઈ પરમાર તથા ધર્મેશભાઇ વણકર કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓ સહિત તમામ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!