GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા શાળામાં ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઈ: સેફ્ટી ચેકિંગ અને નોટિસની કામગીરી હાથ ધરાઈ

 

MORBI:મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા શાળામાં ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઈ: સેફ્ટી ચેકિંગ અને નોટિસની કામગીરી હાથ ધરાઈ

 

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગ દ્વારા શહેરમાં અગ્નિશમન અને સુરક્ષા સંબંધિત જાગરૂકતા લાવવાના ભાગરૂપે તા. ૧૯/૦૮/૨૦૨૬ થી ૨૫/૦૮/૨૦૨૬ દરમિયાન વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે ૦૧ શાળાના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને ફાયર પ્રિવેન્શન અને ઇમરજન્સી પ્રતિભાવ અંગે વિગતવાર તાલીમ પૂરી પાડી હતી.

આ ઉપરાંત પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે શહેરમાં બિલ્ડિંગોનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ફાયર સેફ્ટીની અપૂર્ણતા ધરાવતી બિલ્ડિંગોને નોટિસ પાઠવીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. તદુપરાંત, ૦૫ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને ૦૨ હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની અરજીઓ મેળવીને આગળની કાર્યવાહી અર્થે RFO કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી હતી.

આ ટ્રેનિંગ અને પ્રિવેન્શન ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ફાયર સેફ્ટી વિશે માહિતગાર કરવાનો, સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને કોઈ પણ કટોકટી વખતે તાત્કાલિક આપદા નિવારી જાન-માલનું રક્ષણ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ સમયગાળામાં આવેલ ૦૨ ફાયર કોલ પર ફાયરના જવાનોએ ત્વરિત પહોંચી કામગીરી કરી હતી.

ઇમરજન્સી સંપર્ક નંબર:કોઈપણ દુર્ઘટના સમયે નાગરિકો મોરબી ફાયર સર્વિસનો નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:કંટ્રોલ રૂમ: (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ ઇમરજન્સી હેલ્પલાઇન: ૧૦૧ અથવા ૧૧૨

Back to top button
error: Content is protected !!