GUJARATJAMNAGAR CITY/ TALUKO

આગવી શૈલીમાં સંગઠન કામગીરી અને સદસ્યતા અભિયાનની થઇ પ્રશસ્તિ

 

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આયોજન મુજબ સદસ્યતા અભિયાન અને મંડલ રચના સંદર્ભે આજ રોજ તા. 20/07/2025 ના રવિવારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ આદરણીય મિતેષભાઇ ભટ્ટ તથા પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ આદરણીય અનિરુદ્ધસિંહ સોલંકી તથા સૌરાષ્ટ્ર સંભાવ -1 ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ટીમની મુલાકાત લીધી અને ડો.હેડગેવાર ભવન, જામનગર ખાતેના બેઠકમાં ઉપસ્થિત રહી જામનગર જિલ્લા તથા શહેર ટીમને માર્ગદર્શન આપ્યું.

આ બેઠકની શરૂઆત સરસ્વતીમાંની પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ શહેરના મંત્રીશ્રી જગદીશભાઈ સરડવા દ્વારા બેઠકને અનુરૂપ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા ઉપસ્થિત પદાધિકારીઓનો પરિચય આપ્યો અને ઉપસ્થિત તમામ હોદ્દેદાર મિત્રોનો પરિચય મેળવ્યો. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા બેઠકના મુખ્ય માર્ગદર્શક અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ આદરણીયશ્રી મિતેષભાઈ ભટ્ટને જાજરમાન જામનગરની ઓળખ ધરાવતી છબી રુપે સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ શહેરના અધ્યક્ષા મોતીબેન કારેથા દ્વારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ આદરણીય અનિરુદ્ધસિંહ સોલંકીને જાજરમાન જામનગરની ઓળખ ધરાવતી છબી રુપે સ્મૃતિ ચિહ્ન આપી આવકારવામાં આવેલ, તથા શહેરના સંગઠન મંત્રી મનહરલાલ વરમોરા દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ -1ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલને જાજરમાન જામનગરની ઓળખ ધરાવતી છબી રુપે સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરવામાં આવેલ. ત્યાર પછી જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ દ્વારા થયેલ સદસ્ય અને મંડલ રચનાનું વૃત લેવામા આવ્યું. ત્યારબાદ બેઠકના માર્ગદર્શકશ્રી આદરણીય અનિરુદ્ધસિંહ સોલંકી દ્વારા ઉપસ્થિત રહેલ હોદેદારો શિક્ષક ભાઈઓ, બહેનો, શુભચિંતકોને તેમની આગવી શૈલીમાં સંગઠન લક્ષી કામગીરી અને સદસ્ય અભિયાનને આગળ વધારવા માટેની સમજ આપી તેમજ મંડલ રચનાનુ મહત્વ બતાવ્યું, સંગઠન આદર્શમય બની રહે વગેરે બાબતોનું પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ઉપસ્થિત હોદેદારો અને શિક્ષકોએ તેમને થતાં પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બેઠકના મુખ્ય માર્ગદર્શક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ આદરણીયશ્રી મિતેષભાઈ ભટ્ટ દ્વારા સંગઠન દ્વારા કરવામાં આવેલા કાર્યોની જાણકારી આપી, રાજ્ય કક્ષાએથી મળેલી સફળતાની વાત કરી, પ્રાંત કક્ષાએથી શિક્ષકોના હિતમાં, શિક્ષણના હિતમાં સરકાર સમક્ષ આપેલ કાર્યક્રમ અને રજૂઆતોની માહિતી આપી, રાજ્ય કક્ષાએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનું સંગઠન કેટલું મજબૂત છે તે અંગેની વાત કરી અને અંતે હોદેદારો અને શિક્ષકોએ કરેલા પ્રશ્નો અને રજૂઆતો હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી.અને ત્યારબાદ બેઠકના અંતે શહેરનાં કોષાધ્યક્ષ અશોકભાઈ વરૂ દ્વારા કલ્યાણ મંત્રથી બેઠકને વિરામ આપવામાં આવેલ. આ બેઠકનું સંચાલન જિલ્લાના મંત્રી નાથાભાઈ કરમુર દ્વારા કરવામાં આવેલ. આમ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેર ટીમ દ્વારા સદસ્યતા અભિયાન બેઠક યોજવામાં આવી..આ બેઠકમાં શહેરના સંગઠન મંત્રી મનનલાલ વરમોરા, પૂર્વ સંગઠનમંત્રી રામગોપાલભાઈ મિશ્રા, શહેર ઉપાધ્યક્ષ વિક્રમસિંહ જાડેજા, શહેર આંતરિક ઓડિટર મુકેશભાઈ પુજારા,સહમંત્રી સંજયભાઈ ભાતેલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભાવેશભાઈ ટાંક, જિલ્લાના વ. ઉપાધ્યક્ષ મહેશભાઈ કરંગીયા, જિલ્લાના કોષાધ્યક્ષ માધવજીભાઈ ચાવડા, જિલ્લા પ્રચાર મંત્રી ડૉ. ભાવેશભાઈ વ્યાસ,જિલ્લાના સહમંત્રી દશરથસિંહ કેશુભા જાડેજા, જિલ્લાના આંતરિક ઓડિટર તથા લાલપુર તાલુકાના અધ્યક્ષ ધનજીભાઈ બાંભવા, તથા સંગઠન મંત્રી ચિરાગભાઈ ઝાલા,જામનગર શહેર અધ્યક્ષ મારખીભાઇ બેડિયાવદરા, તાલુકાના મંત્રી ધારશીભાઇ ગડારા,સંગઠનમંત્રી વિવેકભાઈ શીલુ, કાલાવડ તાલુકાના અધ્યક્ષ રાજેશભાઈ ગોહિલ, સંગઠન મંત્રી મહેશભાઈ પટેલ, ઉપાધ્યક્ષ બિપિનભાઇ રાબડીયા, તથા પ્રવીણભાઈ પટેલ, ધ્રોલ તાલુકાના મંત્રી અમિતગીરી ગૌસ્વામી, જામજોધપુર તાલુકાના અધ્યક્ષ પરેશભાઈ કોટા તથા મંત્રી ભાવેશભાઈ ગોસિયા, શહેરના ઉપાધ્યક્ષ મેરામણભાઇ કારેથા,, સહ પ્રચારમંત્રી પૂર્વીબેન પરમાર, સહમંત્રી પ્રીતિ બેન જગડ, સહ કાર્યાલય મંત્રી યોગરાજ સિંહ ઝાલા , જયપાલસિંહ જાડેજા, મેણસીભાઇ ભીમભા, તથા હિપલભાઇ ચંદ્રાવડિયા વગેરે હોદ્દેદાર મિત્રોએ બેઠકને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી, તેમજ જામનગર જિલ્લા, તાલુકાના અને શહેરના હોદ્દેદારો તથા શિક્ષક ભાઇઓ બહેનો, શુભચિંતકો. દાયિત્વવાન મિત્રોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.. કાર્યક્રમને અંતે સૌએ સુરુચિ ભોજન લઈ કાર્યક્રમને વિરામ આપેલ.. … ધન્યવાદ.. *અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લો તથા શહેર ટીમ પરિવાર….*

_____________________

 

Back to top button
error: Content is protected !!