GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર LCB પોલીસે નળખંભા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો.

વિદેશી દારૂની બોટલો નંગ 133 કિ.રૂ.91,550 ના મુદ્દામાલ સાથે ફરાર ઈસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 133 કિ.રૂ.91,550 ના મુદ્દામાલ સાથે ફરાર ઈસમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા નાઓ દ્વારા એલસીબી તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમના પો.હે.કો. વિજયસિંહ પરમાર, વજાભાઈ સાનીયા, રવિભાઈ પરાલીયા, કુલદપભાઈ બોરીયા સહિત સમગ્ર ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન થાનગઢના નળખંભા ગામે રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૧ ડીલક્ષ વ્હિસ્કી ઓરીજનલ ૭૫૦ મીલી ફોર સેલ ઇન પંજાબ, બોટલ નંગ ૫૪ કી.રૂ.૩૭,૮૦૦, ઓલશીઝન ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હિસ્કી ઓરીજનલ ૭૫૦ મીલી ફોર સેલ ઇન પંજાબ બોટલ નંગ ૪૩ કી.રૂ.-૩૨,૨૫૦, ગ્રીનલેબલ ડીલક્ષ વ્હિસ્કી ઓરીજનલ ૭૫૦ મીલી ફોર સેલ ઇન રાજસ્થાન, બોટલ નંગ ૦૬ કી.રૂ.૪૫૦૦, મેકડોવેલ્સ નં-૧ ડીલક્ષ વ્હિસ્કી ઓરીજનલ ૩૭૫ મીલી ફોર સેલ ઇન પંજાબ, બોટલ નંગ ૦૮ કી.રૂ.૬૦૦૦, કીંગફીશર સુપર સ્ટોંગ પ્રીમીયમ બીયર ૫૦૦ મીલી ફોર સેલ ઇન રાજસ્થાન ટીન નં.રર કી.રૂ.-૧૧૦૦૦ એમ કુલ બોટલ બીયર નંગ ૧૩૩ કી.રૂ.૯૧,૫૫૦ પ્રોહિ મુદામાલ રાખી રેઇડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવી ગુનો કરેલ હોય મજકૂર ઇસમના વિરુધ્ધમા થાંનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!