GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભડીયાદ ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ભડીયાદ ગામે જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઈસમો ઝડપાયા
મોરબીના ભડીયાદ ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે રેઇડ કરતા રામાપીરના ઢોરા ઉપર ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહેલા ગાંડુભાઇ બાજુભાઇ ઇંટોદરા ઉવ.૪૨ રહે.ભડીયાદ રામાપીરના ઢોરા પાસે, સીરાજભાઇ અમીરઅલી પોપટીયા ઉવ-૩૬ રહે.મોરબી-૨ સો-ઓરડી, જશુભાઇ સુજાભાઇ ઇટોંદરા ઉવ.૭૦ રહે.ભડીયાદ રામાપીર ના ઢોરા પાસે, હીતેષભાઇ અતુલભાઇ ત્રીવેદી ઉવ-૨૭ રહે.ભડીયાદ રામાપીરના ઢોરા પાસે તથા યાસ્મીનબેન ઉર્ફે આરતીબેન શૈલેષભાઇ અગેચણીયા ઉવ-૪૫ રહે.મહેન્દ્રનગર લક્ષ્મીફલેટ મોરબીને રોકડા રૂપિયા ૬૭,૫૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.