MORBI:એ-ગ્રેડની મોરબી નગરપાલિકાને ૧૦ વર્ષથી વધુ સમય થી મનપા બનવાની લાયકાત હતી! બે વાર દરખાસ્ત થઈ! પણ મનપાની મંજૂરી ન મળી. કોને રસ હતો? મોરબીની ડિઝાઇન બગાડવાનો?

MORBI:એ-ગ્રેડની મોરબી નગરપાલિકાને ૧૦ વર્ષથી વધુ સમય થી મનપા બનવાની લાયકાત હતી! બે વાર દરખાસ્ત થઈ! પણ મનપાની મંજૂરી ન મળી. કોને રસ હતો? મોરબીની ડિઝાઇન બગાડવાનો?
(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)
ગુજરાત સરકારે એકી સાથે નવું નગરપાલિકાને મહાનગરપાલિકા ની મંજૂરી આપી છે એમાં એ ગ્રેડની મોરબી નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબી નગરપાલિકા એ ગ્રેડની છે જે મહાનગરપાલિકા બનવાની લાયકાત તો છેલ્લા દસ વર્ષ કરતા વધુ સમયથી પ્રાપ્ત કરી ચૂકી છે સૌ પ્રથમ વર્ષ-૨૦૦૬ માં મહાનગરપાલિકા બનાવવાની દરખાસ્ત થઈ હતી બાદ બીજીવાર વર્ષ-૨૦૧૪ માં મહાનગરપાલિકા બનાવવા દરખાસ્ત થઈ હતી તેમ છતાં મહાનગરપાલિકા નો દરજ્જો મોરબી નગરપાલિકાને મળ્યો ન હતો અને જે દરખાસ્ત નાં ૧૦ વર્ષ પછી મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યો છે ત્યારે મોરબી શહેરમાં એક ચર્ચા એ જોર પકડ્યું છે કે મોરબી નગરપાલિકા એ મહાનગરપાલિકા ન બને તે માટે કોણ ફ્રાસ મારી રહ્યુ હતુ? કોને મોરબી ની ડિઝાઇન બગાડવાનો રસ હતો? જે હાલ બાંકડા પરિષદ અને બાઇક પરિષદ ઉપર બિરાજમાન લોકોની ચર્ચા છે.તો જ્યાં જ્યાં લોકો એકત્ર થાય છે ત્યાં પણ આ જ ચર્ચા ચાલી રહી છે.
મોરબી નગરપાલિકા એ ગ્રેડની નગરપાલિકા હોય તેમાં નાયબ કલેક્ટર સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ચીફ ઓફિસરની નિમણૂક થઈ શકે છે તેમ છતાં આ એ ગ્રેડ ની નગરપાલિકામાં નાયબ કલેકટર ની લાયકાત નહીં ધરાવતાં ચીફ ઓફિસર ની નિમણૂંક થઈ અને મોરબી શહેર ની ડિઝાઇન બગાડવાનું શરૂ થયું. એમાં કેટલાક રાજકીય આકાઓ પણ સામેલ હતા. જેમણે આજ દિન સુધી મહાનગરપાલિકા બનવા નહિ દેવામાં પુરો પ્રયાસ કર્યો છે તેવી શહેરીજનો માં ચર્ચા ચાલી રહી છે. તો હાલ છેલ્લા છ વર્ષથી જે બાંધકામો થઈ રહ્યા છે તેમાં ૧૨ મીટર રોડ: નાં કૌભાંડ ચાલી રહ્યા છે અને હાલ પણ બિનઅધિકૃત બાંધકામો થઈ રહ્યા છે તે શું હવે બંધ કરાવવામાં આવશે? ૧૨ મીટર રોડ જે તે બીનખેતી પરવાનગી લેતા ખેતરમાં મુકવાનો નિયમ છે તે રોડ મુક્યા નથી અને શોપિંગ સેન્ટર ચણી લીધાં છે
તે રોડ ખુલ્લા કરાવશે કે નગરપાલિકાના અંધેર વહીવટની જેમ જ વહીવટ ચલાવશે? જો આવું જ ચાલે તો નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો મળ્યો તેનો કોઈ અર્થ સરે નહીં ત્યારે મહાનગરપાલિકાના નવોદિત કમિશનર મોરબીની બગડી ગયેલી ડિઝાઇન સુધારવાથી લઈને બાર મીટરના રોડના જે બીનખેતી અને લે આઉટ પ્લાન ની પરવાનગી વખતે ખેતરમાં મૂકવાના હતા તે મૂક્યા નથી તેવા બિનખેતી ના રોડ ખુલ્લા કરાવવામાં આવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે. અહીં એ વાત જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮ માં ઓનલાઇન ખેતી અને લેઆઉટ પ્લાન મંજુર કરવાની સિસ્ટમ આવી. જેમાં અરજદારે સોગંદનામુ કરીને વિગત દર્શાવવી તેમજ નગરપાલિકા વિસ્તારમાં નોન ટી. પી. વિસ્તારમાં મંજૂરી લેતા બિનખેતીના પ્રકરણમાં નગરપાલિકા ના રોડને ઓછામાં ઓછું ૧૨ મીટરનો રોડ મળે તેવી જોગવાઈ કરવી અને સોગદનામા માં તેનો ઉલ્લેખ કરવો તેઓ એક વધુ પરિપત્ર બહાર પાડીને સરકારે સૂચના આપી હતી. જે પરિપત્રનો અમલ થયો નથી અને ખોટા અર્થઘટન કરીને ૧૨ મીટર રોડના કૌભાંડ આચારવામાં આવ્યા છે. ત્યારે હવે મહાનગરપાલિકા બનતાં નવોદિત કમિશનર આવા વર્ષ ૨૦૧૮ પછીનાં લે-આઉટ પ્લાન ની ચકાસણી કરે તો ૧૨ મીટર રોડ નું જબરૂ કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતા છે!







