MORBI:મોરબી જીલ્લામાં રૂ. ૧.૨૯ કરોડના વિદેશી દારૂ અને બિયરનો નાશ કરાયો.

MORBI:મોરબી જીલ્લામાં રૂ. ૧.૨૯ કરોડના વિદેશી દારૂ અને બિયરનો નાશ કરાયો.
મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ૭૦ ગુનાઓમાં કબ્જે કરાયેલ ૧૧,૨૬૯ બોટલ વિદેશી દારૂ અને બિયરની, અંદાજે રૂ. ૧.૨૯ કરોડની કિંમતના મુદામાલનો નાશ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાછળ રફાળેશ્વર પાનેલી રોડ પર કરવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમારના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન વિભાગની કાર્યવાહી હેઠળ કબ્જે કરાયેલા વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નિયમિત સમયગાળા પ્રમાણે નાશ કરવામાં આવે છે. તે મુજબ દર ત્રણ માસે જથ્થાનો નાશ કરવા સૂચના આપવામાં આવેલી હોય છે. આ અનુસંધાને ૩૦ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મોરબી જીલ્લાના મોરબી સીટી એ ડીવિઝન, બી ડીવિઝન, મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા કુલ ૭૦ પ્રોહિબિશનના ગુનાઓમાં કબ્જે કરાયેલ વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કાનૂની પ્રક્રિયા અનુસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી મોરબી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ રાજકોટના અધિકારીઓ, તેમજ પ્રત્યેક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સરકારી પંચોની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ તરીકે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાછળ રફાળેશ્વર-પાનેલી રોડ પાસે આવેલી વીડીવાળી ખરાબાની જમીન પસંદ કરવામાં આવી હતી.
નાશ કરવામાં આવેલ જથ્થાની વિગત મુજબ, મોરબી સીટી એ ડિવિઝનમાં કુલ ૨૨ ગુનામાં ૮૧૧૧ બોટલ કિ.રૂ.૯૭,૭૯,૨૯૫/-, મોરબી સીટી બી ડિવિઝનમાં ૧૭ ગુનામાં ૫૯૬ બોટલ કિ.રૂ.૭,૩૯,૨૨૩/-. જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૨૬ ગુનામાં કબ્જે કરેલ ૨૨૪૫ બોટલ કિ.રૂ.૧૫,૬૯,૦૦૮/-. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનના ૫ ગુનામાં ૩૧૭ બોટલ કિ.રૂ.૮,૪૦,૨૫૭/-. કુલ મળીને ૧૧,૨૬૯ બોટલ/ટીન જેની કિ.રૂ.૧,૨૯,૨૭,૭૮૩/- ના મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો.
 
				











