GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઉત્તરાયણ પર ઘાયલ થતાં પશુ-પક્ષીઓ માટે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ બનશે ‘સંજીવની’

તા.૧૧/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં ઉત્તરાયણ પર ઘાયલ પશુ-પક્ષીની સંખ્યામાં ૧૨૪ ટકાનો સંભવિત વધારો, પાંચ પશુ ડોક્ટરની ટીમ સાથે પાંચ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે

Rajkot: ગુજરાત રાજ્યમાં રંગીન પતંગોત્સવની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં ગુજરાત સરકારની ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા પંખી અને પ્રાણીઓની ઇમર્જન્સીમાં વધારાનો સામનો કરવા માટે સજ્જ બની છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાંક વર્ષોના તથ્ય અને વિશ્લેષણના આધારે, ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અંદાજે ૧,૪૭૬ ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા છે, જે સામાન્ય દિવસોમાં નોંધાતા ૮૪૨ કેસોની સરખામણાએ ૭૨.૨૮ % નો વધારો દર્શાવે છે. તે જ રીતે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૧,૪૯૫ ઇમર્જન્સી કેસ થવાની શક્યતા છે, જે ૭૭.૫૩ %નો વધારો દર્શાવે છે.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં સરેરાશ ૪૬ જેટલા ઇમર્જન્સી કેસ સામે મકર સંક્રાંતિના દિવસે તા. ૧૪ જાન્યુઆરીના રોજ ૧૦૪ જેટલા કેસની સંભવના સાથે ૧૨૪.૧૪%નો વધારો જોવા મળશે તેમજ તા. ૧૫ જાન્યુઆરીના રોજ ૮૭ જેટલા કેસ નોંધવાની સંભાવના સાથે ૮૭.૫૦% નો વધારો થવાની સંભવના હોવાનું ૧૯૬૨ના પ્રોગ્રામ મેનેજર શ્રી ડો. પ્રિયાંક પટેલે જણાવ્યું છે.

રાજ્યમાં કરુણા અભિયાન અંતર્ગત, પ્રાણી અને પંખીઓને ઝડપથી મદદ પહોંચે તે માટે રાજ્યભરમાં ૧૯૬૨ના એમ્બ્યુલન્સની સંખ્યા ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન ૩૭થી વધારીને ૮૭ કરવામાં આવી છે. જયારે રાજકોટ ખાતે બે ૧૯૬૨ મોટી એમ્બ્યુલન્સ ઉપરાંત ત્રણ મોબાઈલ પશુ દવાખાના વાન (એમ.વી.ડી.) તૈનાત રહેશે. તહેવારના આ દિવસો દરમ્યાન પ્રોગ્રામ મેનેજર શ્રી પ્રિયાંક પટેલ તેમજ પ્રોજકેકટ કોઓર્ડિનેટર શ્રી પરેશ પ્રજાપતિ સહીત પાંચ પશુ ડોક્ટર તેમજ ટ્રેનર સેવામાં તૈનાત રહેશે.

આ સાથે ‘૧૯૬૨ એમ્બયુલન્સ સેવા’ દ્વારા આ પાવન તહેવાર નિમિત્તે અબોલ જીવો પ્રત્યે કરુણા દર્શાવી નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે, હાનિકારક પતંગની દોરીનો ઉપયોગ ટાળે, સજાગ રહે, અને કોઈ પણ પ્રાણી કે પંખીની ઇમર્જન્સી તરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન પર જાણ કરે. ચાલો, આપણે સૌ મળીને ઉત્તરાયણને કાળજી અને કરુણાની સાથે ઉજવીએ.

Back to top button
error: Content is protected !!