હાલોલ પાવાગઢ રોડ પર નશામા ધૂત ટ્રક ચાલકે ડીવાઈડર ઉપર ટ્રક ચઢાવી દેતા સર્જાયો અક્સ્માત

રીપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૭.૨૦૨૪
હાલોલ ઔદ્યોગિક વસાહત માંથી ટ્રક લઈ નીકળેલા રાજસ્થાન ના એક ટ્રક ચાલકે રાત્રે આખો હાઇવે માથે લીધો હતો.પીધેલી હાલતમાં બેફિકરાઈ થી ટ્રક હંકારતો જ્યોતિ સર્કલ થી પાવાગઢ રોડ સુધી આવ્યો હતો.સદનસીબે કોઈ મોટી હિટ એન્ડ રન ની ઘટના બને એ પહેલાં ડ્રાઇવરે ટ્રકને ડિવાઈડર ઉપર ચડાવી સ્ટ્રીટ લાઈટનો થાંભલો તોડી પાડતા ટ્રક થંભી ગઈ હતી.રાત્રે હાલોલ રૂરલ પોલીસે ડ્રાઇવર ને પકડી પાડ્યો હતો.જે દારૂ પીધેલી હાલત માં જણાઈ આવતા પંચનામું કરી તેની સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.રાત્રે આ ટ્રક ચાલક અનેક વાહનો ને અડફેટે લે તેવી સ્થિતિ વચ્ચે અનેક વાહનચાલકો બાલ બાલ બચ્યા હતા.હાલોલ ના પાવાગઢ રોડ ઉપર ટીંબી ચોકડી પાસે ગત રાત્રે એક ટ્રક ચાલકે ડિવાઈડર ઉપરના સ્ટ્રીટ લાઇટ નો થાંભલો તોડી ટ્રકને ડિવાઈડર ઉપર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. બેફીકરાઈથી ટ્રક ચલાવીને જ્યોતિ સર્કલ તરફથી આવેલા ટ્રક ચાલકે ટ્રકને ડિવાઇડર ઉપર ચડાવી દેતા કોઈ મોટી જાનહાની થતા રહી ગઈ હતી.ટ્રક ડ્રાઇવર પીધેલી હાલત માં ટ્રક ચલાવી હાઇવે ઉપર નીકળી જતા અનેક વાહનો અડફેટે આવતા બચ્યા હતા.જો કે ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા રાત્રે લોકટોળા એકઠા થઇ ગયા હતા અને હાલોલ રૂરલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રક ચાલક રાકેશ કુમાર રામાવતાર શર્મા દેવતા ગામ તાતીજા તાલુકો ખેતડી જીલ્લો જૂનજૂનું ,રાજસ્થાનનો હોવાનું તેને પોલીસને જણાવ્યું હતું.પોલીસ ને ડ્રાઇવર પોતાનું સંતુલન જાળવી શકે તે હાલત માં ન હોવાથી અને તેના મોઢા માંથી દારૂ ની ગંધ આવતી હોવાથી, તેને નશા ની હલાત માં પકડી પંચનામું કરી તેની સામે પ્રોહીબિશન નો ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.










