MORBI:મોરબીના ત્રાજપર ખારીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
MORBI:મોરબી ત્રાજપર ખારીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા સરકારી સ્કૂલની સામે ગ્રાઉન્ડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સુનિલભાઇ દેવસીભાઇ સુરેલા (ઉ.વ.૨૮) રહે. ત્રાજપર ખારી પંચની માતાની પાછળ મોરબી, કરણભાઇ નથુભાઇ સાલાણી (ઉ.વ.૨૨) રહે. વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી, સુનીલભાઇ ગોરધનભાઇ સુરેલ (ઉ.વ.૨૧) રહે, રામદેવપીરના મંદિર પાસે ત્રાજપર ખારી મોરબી, અજયભાઇ નથુભાઇ સાલાણી ઉ.વ.૩૩ રહે. ખોડિયાર માતાજીના મંદિર પાસે ઇન્દિરાનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.