GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મકનસર ગામ નજીક ટ્રક અને આઇસરની ટાંકીમાથી ડીઝલ ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

MORBI:મોરબીના મકનસર ગામ નજીક ટ્રક અને આઇસરની ટાંકીમાથી ડીઝલ ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

 

 

મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં ટ્રક અને આઇસરની ટાંકીમાથી ડીઝલ ચોરી થયા અંગેની ફરીયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી જેથી આ ગુન્હાના આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા મળેલ બાતમીના આધારે ડીઝલ ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમો અજયભાઇ છનાભાઈ ચોહાણ (ઉવ-૩૦) રહે. અમરાપુર તા.સાવલી જી.વડોદરા, જીગ્નેશભાઇ ભરતભાઇ ખેર (ઉવ-૨૫) રહે. મેરૂપર તા.હળવદ, વિક્રમભાઇ ભગવાનસિંગ ચાવડા (ઉવ-૩૦) રહે. જશાપુર તા.ઠાસરા જી.ખેડા, ધમેન્દ્રભાઇ પ્રવિણસિંહ પરમાર (ઉવ-૨૪) રહે. જશાપુર તા.ઠાસરા જી.ખેડાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય પાંચ શખ્સો મોંબતસિંહ ધીરૂભાઇ પરમાર રહે. મેરૂપર તા.હળવદ જી.મોરબી ( ચોરી કરેલ ડીઝલ લેનાર ), નીકુલભાઇ દીલુભાઇ પરમાર રહે.મેરૂપર તા.હળવદ ( ચોરી કરેલ ડીઝલ લેનાર ), બળદેવભાઇ પટેલ રહે. ઘનશ્યામગઢ તા.હળવદ ( ચોરી કરેલ ડીઝલ લેનાર ), દેવરાજભાઇ ઉર્ફે દેવાભાઇ બળદેવભાઇ કોપેણીયા રહે. નરાળી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, રૂતુરાજસિંહ બળદેવસિંહ પરમાર રહે. જશાપર તા.માળીયા મીયાણાવાળાનુ નામ ખુલતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
તેમજ પોલીસે આરોપીઓ પાસેથી એક નંબર વગર ની બલેનો કાર કી.રૂ.૩,૫૦,૦૦૦/, ખાલી પ્લાસ્ટિક ના કેરબા નંગ-૧૧ કીરૂ ૫૫૦/, નાના મોટા ડીસમીસ નંગ-૦૪ કીરૂ ૪૦૦/, એક પકડ કીરૂ ૧૦૦/-, નાના મોટા પાના નંગ-૦૪ કીરૂ ૪૦૦/, બે એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૨ કી. રૂ ૧૦,૦૦૦/-ડીઝલ કાઢવાની પ્લાસ્ટિક ની પાઇપ મળી કૂલ મુદામાલ કીરૂ ૩,૬૧,૪૫૦/લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!