Halvad:ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ 680 બાળકોને શૈક્ષણિક કીટનું નિશુલ્ક વિતરણ
Halvad:ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ 680 બાળકોને શૈક્ષણિક કીટનું નિશુલ્ક વિતરણ
આ વર્ષ માં 1700 કીટ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
આજરોજ હળવદ તાલુકાની નવા ઘનશ્યામ ગઢ કન્યાશાળા, નવા ઘનશ્યામ ગઢ કુમારશાળા, ઇંગોરાળા પ્રાથમિક શાળા, પ્રકાશ નગર પ્રાથમિક શાળા, નવા અમરાપર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકોને વિના મૂલ્ય શૈક્ષણિક કીટ આપવામાં આવી. જેમાં 680 બાળકોને ફુલસ્કેપ ચોપડા, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, બોલપેન વગેરે વસ્તુ વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદના સકારાત્મક અભિગમ અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ ના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી. અત્યાર સુધીમાં આ વર્ષ દરમિયાન શૈક્ષણિક કીટ 1700 થી વધુ નું વિતરણ કરવામાં આવ્યું અભ્યાસ કરીને આવા જરૂરિયાતમંદ બાળકો સાચી દિશામાં પોતાની કારકિર્દી બનાવે એ ઉમદા હેતુથી દાતાઓ દ્વારા આ શૈક્ષણિક કીટ વિનામૂલ્ય આપવામાં આવી. શૈક્ષણિક કીટ મેળવીને તમામ બાળકોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ વર્તી રહ્યો હતો. આ તકે શિક્ષણને સથવારે ના સારથી ગણેશભાઈ રાઠોડ બાળકોને મોટીવેશન માટે ઉમદા અને સચોટ વક્તવ્ય આપ્યું. તેમની ટીમના સભ્યો જેઠાલાલ સોમેશ્વર અને મુકેશભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા. આ સેવાકીય કાર્યમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ ના પ્રમુખ અરવિંદભાઈ દરજી સાથી સભ્યો મયુરભાઈ પરમાર અને અરવિંદ પાટડિયા પણ જોડાયા હતા.