HALOLPANCHMAHAL

હાલોલના શાક માર્કેટમાં ઉભરાતી ગટર ના કારણે શાકભાજી વેંચતા અને ખરીદવા આવતા લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૧૨.૨૦૨૪

હાલોલ નગર માં નવા શાક માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર માસ ઉપરાંત થી ઉભરાતી ગટર ના પાણી ના કારણે છુટ્ટક શાકભાજી વેચી પેટીયું રડતા લોકો તેમજ નગર વાસીઓ ત્રાહિમામ પોકારી વહીવટી તંત્ર ઉપર ફિટકાર વર્ષાવી રહી છે. અને ઉભરાતી આ ગટર નો જલ્દી ઉકેલ આવે અને તાત્કાલિક ધોરણે આ વિસ્તાર રોડ રસ્તા રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.હાલોલ નગર ખાતે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતથી ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામ ચાલી રહ્યું છે.આજે પણ કેટલાક વિસ્તારમાં ખોદકામ ચાલી રહ્યું છે.ઇજારદાર દ્વવારા પાઇપ નાખવા માટે ખોદેલા ખાડામાં યોગ્ય પુરાણ નહિ કરતા ઠેર ઠેર ગાબડાં અને ખાડા પડી ગયા છે. જેને કારણે રાહદારીઓ તેમાંજ વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમ પણ ખાસ કરી ને નગરના નવા શાક માર્કેટ ની દશા દર્દજનક સ્થિતિ થઇ ગઈ છે. ગાંધી ચોક થી તેમજ હરીજન વાસ થી શાક માર્કેટ તરફના રસ્તા માં સેમ મોટા ખાડા અને તે વિસ્તરમાં થી પસાર થતી ગટર માં થી ગંદા પાણી ઉભરાઈ દુર્ગંધ મારતું પાણી વહે છે.જેને કારણે દિવસ દરમ્યાન શાક માર્કેટમાં શાક લેવા આવતા અને આ રસ્તેથી પસાર થતા હજારો લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરેક લોકોને ફરજીયાત આ ગંદા પાણીમાં પગ મૂકી પસાર થાઉં પડે છે.એનાથી પણ વધારે રોડ ઉપર પાથરો કરી શાકભાજી વેંચતા લોકો શાક વેચવા માટે ક્યાં પાથરો કરી શાકભાજી વેચે તે પણ એક મોટો પ્રશ્ન છે.એક તરફ નગર પાલીકા નગર ને સ્વચ્ચ અને સુંદર બનાવવા માટે કમર કસી રહી છે. નિયમિત રીતે સફાઈ, ડોર ટુ ડોર કલેકશન, નગરના મુખ્ય રસ્તા ઓ ની સફાઈ, લોકો ગંદકી ના કરે તે માટેના અથાગ પ્રયાસો જાહેર વિજ્ઞાપન દ્વવારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સિક્કાની બીજી તરફ આ શાક માર્કેટમાં છેલ્લા ત્રણ ચાર માસ ઉપરાંત થી ગટર માંથી ગંદુ પાણી ઉભરાઈ ને ઉભા રોડ ઉપર નીકળે છે તેને યોગ્ય નિકાલ કેમ થતો નથી ? તેવા અનેક લોક મુખે ચર્ચા એ જોર પકડ્યું છે. રોજ ગંદુ પાણી નીકળવા થી રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત છે. જેને લઈ આ મોટી સમસ્યા નો જલ્દી નિકાલ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!