કાલોલ કોર્ટ નવી બિલ્ડીંગ ની લીફટમા સીનીયર ધારાશાસ્ત્રી પી.પી. સોલંકી ફસાઈ જતા વકીલ મંડળ દ્વારા લેખિત રજુઆત કરાઇ.

તારીખ ૧૬/૧૦/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોર્ટ નું નવીન બિલ્ડીંગ નું લોકાર્પણ કરે થોડોજ સમય થયો છે ને નવીન બિલ્ડીંગ માં લિફ્ટ ની સુવિધા માં ખામીના કારણે લિફ્ટ માં સમસ્યા સર્જાય કાલોલ કોર્ટ નવી બિલ્ડીંગની લીફટમા સીનીયર ધારાશાસ્ત્રી પી.પી. સોલકી ફસાઈ જતા કાલોલ બાર એસોસિએશન દ્વારા સીનીયર પ્રિન્સીપાલ સીવીલ જજ્જ સાહેબ ને લેખિત રજુઆત કરવામાં આવી છે પ્રાપ્ત વિગત અનુસાર કાલોલ કોર્ટ ખાતે નવી બિલ્ડીંગની લીફટમાં સીનીયર ધારાશાસ્ત્રી પી.પી. સોલકી નાઓ ફસાઈ ગયેલ હતા. લીફટ ઓટોમેટીક ફલોર પર અટકી ગઈ હતી અને લિફ્ટ નો દરવાજો ખુલ્યો ન હતો અને લગભગ અડધો કલાક સુધી લીફટમાં વચ્ચે ફસાઈ ગયેલ હતા. તેઓને ગભરામણ થઈ ગયેલ હતી ત્યારબાદ ઈમરજન્સી ચાવીથી લીફટ ખોલીને તેઓ ને બહાર કાઢવામાં આવેલ હતા અને કાલોલ કોર્ટ તા. ૨૧/૦૭/૨૦૨૫ થી નવીન કોર્ટ બિલ્ડીંગ ખાતે કાર્યરત છે લીફટની આજદિન સુધી આર એન્ડ બી દ્વારા કોઈ સર્વિસ કરવામાં આવેલ નથી. આર એન્ડ બી ના અધિકારી ભમાત નાઓને પણ આ બાબતે જાણ કરેલ પરંતુ, તેઓ ઉધ્ધતાઇભર્યું વર્તન બાર એસોસિયેશન તેમજ કોર્ટના સ્ટાફ સાથે કરેલ હોવાની લેખિત ફરિયાદ માં જણાવેલ છે તેમજ લીફટના એ.એમ.સી ની નકલ પણ કોર્ટ પાસે ઉપલબ્ધ નથી તેવું લેખિત જણાવવામાં આવ્યું છે તેમજ લીફટ અન્વયે જરૂરી કાર્યવાહી કરવા તથા આર એન્ડ બી ના લીફટ અન્વયેના જવાબદાર અધિકારી વિરુદ્ધ જરૂરી પગલા ભરવા લેખિત રજુઆત કરવામાં આવી છે પરિણામે લીફ્ટ રીપેર કરવા કારીગરો આવ્યા હોવાનું જાણવા મળેલ છે.





